જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ
જામનગર: ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી દેશની આઝાદી માટે સમર્પિત થનાર વીર તથા વીરાંગનાઓની બલિદાન ગાથાની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ વીરાંજલી કાર્યર્કમમાં રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમને ગુજરાતભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.
આ વર્ષે અમદાવાદ કર્ણાવતી ક્લ્બ થી વીરાંજલી કાર્યક્રમમાં શરૂઆત કરવામાં આવેલ, અને ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં ૨૫૦૦૦ થી વધુની જનમેદની સાથે આ કાર્યક્રમનું આયોજન થઇ ચૂક્યું છે. આગામી જામનગર શહેરમાં ૧૯ જૂન ૨૦૨૨ એ વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વીરાંજલી કાર્યક્રમ આયોજન તબ્બકે એક બેઠક નું આયોજન કરવામાં આવેલ.
આયોજન બેઠક અન્વયે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ જણાવેલ કે, જામનગર શહેરમાં બુથ સ્તરે થી લઇ ઘરે ઘરે વીરાંજલી કાર્યક્રમમાં પાસ પહોંચાડવાની વ્યસ્થા કરવામાં આવશે. દરેક વોર્ડ દીઠ એક એક વિતરણ સ્થળ ઉભું કરવામાં આવશે તથા જામનગર શહેરના પ્રત્યેક રહેવાસી આ કાર્યક્રમમાં જોડાઈ શકે, માણી શકે, દરેક ને કાર્યક્રમના પાસ મળી રહે તેવુ માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાત માં ખૂબ વિખ્યાતી પામેલ વીરાંજલી કાર્યક્રમની જામનગર નગરજનો દ્વારા ઉત્સુખતાથી રાહ જોવાઇ રહી હતી. તે ભવ્ય કાર્યક્રમ આગામી 19 જૂન 2022 ના દિવસે આયોજિત કરવામાં આવેલ છે.
આ આયોજન બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત પ્રદેશ પૂર્વ યુવા પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, વીરાંજલી કાર્યક્રમના સંચાલક અમિતભાઇ દવે, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સુરેશભાઈ વશરા સહિત સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શિક્ષણ સમિતિ અધ્યક્ષ મનીષભાઈ કનખરા પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર શ્રી, સોસીયલ મીડિયા, મીડિયા વિભાગ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા હતા. બેઠક નું સફળ સંચાલન મહામંત્રી વિજયસિંહ જેઠવા દ્વારા કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના કન્વીનર ભાર્ગવ ઠાકરે અખબારી યાદીમાં જણાવ્યું છે.