ઉત્તર પ્રદેશના લખનૌ સહિત દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) 6 કાર્યાલયને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી તમિલનાડુથી ઝડપાયો છે. યુપી ATSની સૂચના પર તમિલનાડુના પુડુકોડી જિલ્લાનો રાજ મોહમ્મદ તમિલનાડુ પોલીસની કસ્ટડીમાં આવ્યો છે. લખનૌ ઉપરાંત રાજ મોહમ્મદે ઉત્તર પ્રદેશમાં 2 અને કર્ણાટકમાં 4 સહિત RSSના 6 કાર્યાલયને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.