1. રાજુલા શહેરમાં ભેરાઇ રોડ પર હત્યાની કોશિષનો ગંભીર ગુનો કરી, નાસી જનાર આરોપીઓને ગણતરીની મિનીટોમાં પકડી પાડતી રાજુલા સર્વેલન્સ સ્કોડ

રાજુલામાં શહેરમાં આવેલ જી.એમ.બી. પોલીટેકનીક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ફરિયાદીએ આરોપીઓની દીકરી/બહેન સાથે કોર્ટ મેરેજ કરેલ જેમાં ફરિયાદી અનુ. જાતિના હોય તથા આરોપીઓ સર્વણ જ્ઞાતીના હોય જેથી આરોપીઓએ ફરીયાદીને તથા ફરિયાદીની પત્ની સાહેદને ફોનમાં તથા વોટસએપથી ધમકી આપી, જ્ઞાતિ પત્યે અપ શબ્દો કહેલ. તેમજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ રાજુલા શહેરમાં, ભેરાઇ રોડે સવારના આશરે અગિયારેક વાગ્યે આરોપીઓએ ફરીયાદીની ફોરવ્હીલ ગાડીને ગેરકાયદેસર અવરોધ કરી, ફોરવ્હીલ રોકાવી, ફરિયાદીને ગાળો આપી, જ્ઞાતિ પત્યે હડધુત કરી, અપમાનીત કરી, ફોરવ્હીલ ગાડીના કાચ તોડી નાંખી નુકશાન કરી, ફરીયાદીને જાનથી મારી નાંખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી, પથ્થરો મારી તથા દોરી વડે ગળા ફાંસો આપી જાનથી મારી નાંખવાની કોશીશ કરી, માથામાં, ગળાના ભાગે તથા ડાબા હાથ ઉપર તથા જમણા પગના ગોઠણ ઉપર સામાન્ય ઇજાઓ કરી એકબીજાએ ગુન્હો કરવામા મદદગારી કરી ગુન્હો કરી નાસી ગયેલ. જે અંગે રાજુલા પો.સ્ટે.માં એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૪૩૪/૨૦૨૨૨, I.P.C. કલમ- ૩૦૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૩૭,૪૨૭, ૩૪૧,૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(V), ૩(૨)(VA), ૩(૧)(R)(S) મુજબ ગુન્હો દાખલ થયેલ હતો.

જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના I/C પો.ઇન્સ. એલ.કે.જેઠવા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ.રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા રાજુલા પોલીસ ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી, આરોપીઓ તથા ફોર વ્હીલની માહીતી મેળવી બન્ને આરોપીઓેને ગણતરીની મિનીટોમાં પકડી પાડી, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 

પકડાયેલ આરોપીઓ:–

(૧) મુકેશભાઇ જગજીવનભાઇ જાની (૨) વિશાલભાઇ મુકેશભાઇ જાની રહે.બંને રાજુલા, સંધવી ચોક તા.રાજુલા જી.અમરેલી

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી