દેશમાં ફરી વકર્યો કોરોના!! આ બોલીવુડ અભિનેતા ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા.
કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.પરંતુ હવે કાર્તિકના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. કાર્તિક ફરી કોરોનાનો શિકાર બન્યા છે. આ જાણકારી કાર્તિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કાર્તિકે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે અને તેણે હાથ જોડ્યા છે.