iOS પ્લેટફોર્મ માટે ફેસબુકનું ડાર્ડ મોડ ઈન્ટરફેસ કથિત રીતે ઘણા યુઝર્સ માટે ગાયબ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર iOS માટે Facebookમાં ડાર્ક મોડ ઓપ્શન વગર કોઈ સ્પષ્ટીકરણે ગાયબ થઈ ગયું છે. જોકે આ એક બગ હોવાની સંભાવના છે. ડાર્ક મોડ સપોર્ટના અચાનક ગાયબ થવાની ફરિયાદ કરવા માટે ફેસબુક યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.