IPL 2022ની ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટ્રોફી પર કબજો કરી લીધો છે. ટીમની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, જેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી.