*ફ્રાન્સ ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સાડીમાં પહોંચેલી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર ને સમાપન સમારોહમાં ખાસ નિમંત્રણ મળ્યું..*
*ગાલા લુક માં ઉપસ્થિત રહીને બોલીવુડ ની અભિનેત્રી ઓની બરાબરી કરી..*
મુળ કચ્છની સંપુર્ણ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર બે દિવસ પહેલા ફ્રાન્સ ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચી ને આંતર રાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટ માં ગુજરાતીઓનો ડંકો વગાડેલો.
હવે, આ જ ફેસ્ટિવલ ના સમાપન સમારોહમાં કોમલ ઠક્કર ને વિશેષ આમંત્રણ મળતાં જ તેનો અભિનેત્રી તરીકે નો મુળ જલવો બહાર આવેલો.
ગાલા લુક ને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલ વિશેષ આકર્ષણ બની હતી અને અનેક લોકો તેની સાથે સેલ્ફી સહિત ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા હતા.
ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્ય માં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે.
ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર ને અભિનંદન..