રાજુલામાં 168 બોટલ થી પ.પૂ મુક્તાનંદબાપુની રક્તતુલા કરવામાં આવી

આજરોજ રાજુલા ખાતે પ.પૂ મુક્તાનંદબાપુના પ્રાગટય દિવસે સ્વ.ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો જ્યાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતોના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને 168 બોટલ રક્તદાન થયું હતું અને પૂજ્ય બાપુની રક્તતુલા કરવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમ માં BAPS સંસ્થાના બાળકો દ્વારા સુંદર વ્યસનમુક્તિ માટે ચાર્ટ દ્વારા સમજૂતી આપી હતી રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કર્યું હતું.

આ તકે પૂ. મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં હમેંશા સંકલ્પ હોવો જોઈએ નિસ્વાર્થ સંકલાપ હોય તો ઈશ્વરીય શક્તિ હમેંશા સાથે રહે છે તેમ કહી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ મુક્તાનંદબાપુની રક્તતુલા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમાં પોતાની જાતને ધન્યતા અનુભવી હતી

આ તકે સતાધાર ના મહંત પૂ.વિજયબાપુ ચલાલા ના પૂ.મહાવીરબાપુ કાના તળાવથી પૂ.ઉષામૈયા રાજુલાના ભગવતાચાર્ય પૂ.યગ્નેશભાઈ ઓઝા હિતેશભાઈ ઝાંખરા તેમજ સાધુસંતો વિવિધ સંસ્થા ના આગેવાનો સર્વજ્ઞાતિના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી