નરેન્દ્ર મોદી પોહચ્યા પેરીસ: મેક્રોનને ગળે મળીને પાઠવી શુભેચ્છા!

 

નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ પહોંચ્યા

મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી

મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.પેરિસ પહોંચતા પહેલા પીએમ મોદીએ ડેનમાર્કમાં બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી.

સમ્મેલનમાં ભાગ લીધા બાદ મીડિયાને જણાવ્યું કે ભારત અને નોર્ડિક દેશ વિશ્વની સમૃદ્ધિ અને સતત વિકાસથી ઘણું મેળવી શકીએ છીએ અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. યુક્રેન-રશિયા સંઘર્ષ સહિત વૈશ્વિક સ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે નોર્વેનાં વડાપ્રધાન જોનાસ ગહર સ્ટેર વચ્ચે બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સૌર અને પવન પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને વિસ્તારવા બાબતે ચર્ચા કરી હતી.