નર્મદા જિલ્લામા કોરોના બાદ પૂર બહારમા ટીમરૂપાનની સિઝનખીલી ઉઠી
ચાલુ સીઝનમા 1000થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળશે
નર્મદાના જેટલા કેન્દ્ર પર ટીમરુપાન વેચવા આદિવાસીઓ ઉમટ્યાં.
ટીમરૂપાન ના 100 સ્ટાન્ડર્ડ પૂળા ના 130રૂ નો નવો ભાવ નિગમે આપ્યો..
આદિવાસીઓને સારા ભાવ મળતાં ખુશ ખુશાલ
આ વર્ષે ઇન્ડોર, ગોધરા, વડોદરા, નડિયાદના વેપારીઓમાલ લેવા ઉમટ્યા
કરોડોનું ટર્ન ઓવર કરતો બીડી ઉદ્યોગ
રાજપીપલા, તા.5
વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇજાય છે.નર્મદામા ટીમરૂપાન ના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય આદિવાસીઓ માટે ટીમરુનાં પાનપૂરકરોજગારીનુ સાધન
ગણાય છે .
ગયે વર્ષે કોરોનાઅને લોકડાઉનમા આદિવાસીઓ માટે રોજગાર ધંધા બંધ પડી ગયા હતા પણ આ વર્ષે કોરોનાનું સંકટ ઘટતા હાલ નર્મદામા ટીમરું પાન એકત્રિકરણ અને વેચાણ ખરીદીની મોસમ શરૂ થઈ છે.
મેં માસ ની એક મહિનાની સીઝન મા આદિવાસીઓ એટલું સારી કમાવી લે છે કે ટીમરૂપાનની આવકમાથી આદિવાસીઓ ઘરના આખાનો લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે.આમ ટીમરૂ પાન આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારી નું સાધન બન્યા છે.
આ અંગે ફોરેસ્ટ રાજપીપલા વન વિકાસ નિગમ ડિવિઝન ના
મેનેજર મુકુંદલાબેન વાઘેલાએ એ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદાજિલ્લા ના 13 જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ
ચાલી રહ્યુ છે .જેમાં અભ્યારણ્ય વિસ્તાર ના 6 કેન્દ્રો ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી આ કેન્દ્રો મા પ્રવેશની મનાઈ હોવાથી
નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપરીઓને આપી દેતા ચાલુ સીઝન મા લાખોની આદિવાસીઓએ ચાલુ સીઝનમા રોજગારી મેળવી છે. અહીં નર્મદાના અસંખ્ય કુટુંબોને એપ્રિલ મેં મા રોજગારી મળી છે.
જયારે અન્ય 7કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જન્ગલમાં વેપારીઓ ને હરાજી દ્વારા ટેન્ડર થી માલ વેચી દેવામાં આવ્યો છે. જેમા ચાલુ સીઝન મા 500થી વધુ કુટુંબોનેરોજગારી મળી છે તેનાથી આદિવાસીઓ નેસારી એવી આવક થઈ છે.
જયારે ડી આર ભટ્ટ
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળાએ જણાવ્યું હતું કે
નર્મદા જીલ્લો આદિવાસી વિસતાર ગણાય છે .જેમા મે માસ મા ટીમરુનાં પાનની સીઝન ગણાય છે ,હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરુનાં પાન તોડીને ઘરે લાવે છે .પછી આખો પરિવાર આખો દીવસ ભેગા થઇને આદિવાસી પરિવાર 50_50 પાનની જૂડી બનાવે છે ,સાંજે ટીમરુપાનના પોટ્લામાથે મૂકી ને નિયત કરેલા ફલ સેન્ટર પર વેચવા પહોચી જાય છે .ગૂજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારાચાલુ સાલે 100 સ્ટાન્ડર્ડ પુળા ના130 રૂ .ભાવ નક્કી કર્યો છે
આજેતેમને સારો ભાવ મલી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખ ની
આખી સીઝન મા રોકડા
કમાવી ને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ
ઉકેલી નાંખે છે ,ઉપરાંત ઘર ખર્ચ ,બાળકોનાશિક્ષણનો ખર્ચપણ કાઢી નાંખે છે .રોકડા
નાણા સ્થળ પર જ ચૂકવી
દેતા હોવાથી આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાંખુશીનું મોજું ફરી વળ્યું છે.
જેમાં એપ્રિલ મેં માસ મા81 લાખનું ચુકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસી ઓ પાસેથી ટીમરૂનાપાન ખરીદીને રોકડાનાણા સ્થળ પર ચુકવતા હોવાનું
મેનેજર મુકુંદલાબેન વાઘેલાએ
જણાવ્યું હતું.
મુકુંદલાબેનના જણાવ્યા અનુસાર નર્મદાના ટીમરૂપાન સારી ગુણવત્તા વાળા અને મોટાં પાન હોવાથી નર્મદાના ટીમરુપાનની ભારે માંગ રહે છે.
આજે પણ ટીમરુનાં પાન માથી ધમધમતો બીડી ઉધ્યોગ
કરોડોનુ ટર્ન ઓવર કરી રહ્યો છે
તસવીર અને વિશેષ અહેવાલ :દીપક જગતાપ, રાજપીપલા