ગાંધીનગર

 

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો કલોલ ખાતેની થયો પ્રારંભ

 

રાજ્યમાં આજથી તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે કલોલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલોલ ના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લલીતભાઈ પટેલ,કલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધુળાજી ઠાકોર અને કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી ઉર્વશીબેન પટેલ,ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ડોક્ટર કુલદીપ આર્ય, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉ. મનુભાઈ સોલંકી સહિત જિલ્લાના આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલોલ ના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન લલિતભાઈ પટેલ સહિત અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી. તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન પી.એમ.જે.એ.વાય. – એમ. એ. યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રીન્યુ કરવાની કામગીરીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર લેબોરેટરી તપાસ, બિનચેપી રોગો અને રોગોની પ્રાથમિક તપાસ, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો નિદર્શન, બીપી અને રક્તપિત્ત નિદાન સારવાર અને જાગૃતિનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દર્દીઓને એક્સરે લેવા માટે ખાસ એકસરે વાન પણ તાલુકા મેળામાં ઉપસ્થિત રાખવામાં આવી હતી.