રાજુલા રામપરા મુકામે કન્યા છાત્રાલય નું પૂજ્ય મોરારિબાપુના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું

 

 

આ વિસ્તારને શૈક્ષણિક મોટી સુવિધા મળશે

રાજુલાના રામપુરા ગામે લાલજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવનિર્મિત કન્યા છાત્રાલયનું ભૂમિપુજન સમારોહમાં રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવી હતી જેમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુએ હાજરી આપી હતી અને ખાતમુરત કર્યું હતું મહત રાજેન્દ્ર દાસ બાપુ ગુરુ શ્રી લાલદાસ બાપુ સંચાલિત વૃંદાવન બાગ રામપરા બે ખાતે યોજાયેલ ભૂમિપૂજન બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત

 

આ વિસ્તારમાં કન્યા કેળવણી મજબૂત બને તે માટે હાલ જે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું છે આ વિસ્તાર માટે શૈક્ષણિક હબ બનવા જઇ રહ્યું છે ત્યારે આ ખાતમુરત સમારોહમાં બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો અને આજુબાજુના આગેવાનો જોડાયા હતા.આ તકે જે.બી ભાઈ લાખણોત્રા અરજણભાઈ વાઘ સનાભાઇ વાઘ જીગરભાઈ વાઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ