પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગનાઓ દ્વારા રેન્જમાં દારૂ જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા માટે તા- ૧૩/૦૪/૨૦૨૨ થી ૨૦/૦૪/૨૦૨૨ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને અમરેલી જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવુતી કરનાર ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ કે.જે.ચૌધરી સાહેબ સાવરકુડલા વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.સી.રાઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એન.એ.વાધેલા નાઓ તથા પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના નેસડી ગામની સીમમાંથી જુગાર રમતા ઇસમોને રોકડ રકમ વાહનો સાથે તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે ગેરકાયદેસર પ્રવુતી આચરતા ઇસમોને પકડી પાડી સાવરકુડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીઓ

(૧) હરેશભાઇ કનુભાઇ બુહા ઉ.વ ૩૬ ધંધો ખેતીકામ રહે. સાવરકુંડલા નેસડી રોડ તા. સાવરકુંડલા

(૨) પ્રફુલભાઇ અમુતલાલ તન્ના ઉ.વ ૫૫ ધંધો.વેપાર રહે.સાવરકુંડલા રધુવંશી પરા તા. સાવરકુંડલા

(૩) રાજેન્દ્રભાઇ દેવાયતભાઇ ચૌહાણ ઉ.વ ૫૨ ધંધો.નોકરી રહે. સાવરકુંડલા દેવળા ગેટ પીપળા વાળી શેરી તા. સાવરકુંડલા

(૪) સુરેશભાઇ કડવાભાઇ પાનસુરીયા ઉ.વ ૪૬ ધંધો.ખેતી રહે. સાવરકુંડલા નેસડી રોડ પાણીના ટાંકા પાસે તા. સાવરકુંડલા

 

પકડાયેલ મુદામાલ

રોકડા રૂપિયા ૩૧,૭૫૦/- તથા મોટરસાયકલ નંગ ૦૭ કિ.રૂ-૮૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ-૧,૧૫,૭૫૦/- નો મુદામાલ

ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની રીંગપેક ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY લખેલ સીલપેક કાચની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ- ૦૬ કિ.રૂ-૪૮૦/- નો પ્રોહી મુદ્દામાલ

નાસી ગયેલા આરોપીઓ

(૧) હાર્દિકભાઇ પોપટભાઇ બુહા રહે.સાવરકુંડલા નેસડી રોડ પાંણીની ટાંકી પાસે તા.સા.કુડલા જી.અમરેલી

(૨) વિરલભાઇ રમેશભાઇ દુસારા રહે.સાવરકુંડલા રધુવંશીપરા તા.સા.કુડલા જી.અમરેલી

(૩) જીતુભાઇ જયંતીભાઇ રૂપાવટીયા રહે.સાવરકુંડલા જયશ્રી સીનેમા પાસે તા.સા.કુડલા જી.અમરેલી

 

સદરહું આરોપીને પકડવા અંગેની તપાસ તજવીજ હાલ શરુ છે.

 

આમ, સાવરકુડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સ એન.એ.વાધેલા તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ. રાજદિપસિંહ સરવૈયા,કિશનભાઇ આસોદરીયા, પો.કોન્સ. વરજાંગભાઇ મુળીયાસીયા,જયપાલસિંહ ગોહિલ,ધર્મરાજભાઇ વાળા, પ્રભાતસિંહ ગોહિલ તથા સાદિકભાઇ નાડ સાવરકુડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારુ-જુગાર ને નેસ્તોનાબુદ કરવા સફળતા મેળવેલ છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ