રાજયના આઇપીએસ અધિકારીઓ રાજુ ભાર્ગવ, અનુપમસિંહ ગહેલોત, મયંકસિંહ ચાવડા, સુભાષ ત્રિવેદી, નરસિમ્હા કોમર, બ્રિજેશુકુમાર ઝા અને હિમાન્શુ શુકલા સહિત 110ને રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે એડવોર્ડ આપી પસંશનીય કામગીરી બિરદાવાયા છે.વર્ષ 2020-21 દરમિયાન આઇપીએસ અધિકારી અને હેડ કોન્સ્ટેબલ સુધીના 110 પોલીસ કર્મીઓને કામગીરીને ધ્યાને લઇ વિશિષ્ટ કામગીરીને બિરદાવવા માટે ડીજીપી આશિષ ભાટીયાએ એવોર્ડ આપ્યા છે.રાજકોટ એસીપી એસ.આર.ટંડેલ, જે.એસ.ગેડમ, રાજકોટ મહાપાલિકાના વિઝીલન્સ ઓફિસર આર.બી.ઝાલા, મહિલા પોલીસ મથકના પીઆઇ સેંજલ પટેલ અને માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયાની કામગીરી બિરદાવવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.
110 અધિકારીઓમાં ઓફિસર પોલીસના તાલીમ ડીજીપી વિકાસ સહાય, આર્મ્સ શાખાના એડીજીપી રાજુ ભાર્ગવ, કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિમ્હા કોમર, સીઆઈડી ક્રાઈમ આઈબીના એડીજીપી અનુપમ સિંહ ગેહલોતને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
પોલીસ એડમિનિસ્ટ્રેશન બ્રજેશ કુમાર ઝા, સીઆઈડી ક્રાઈમ અને રેલવે આઈજીપી સુભાષ ત્રિવેદી, અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડા, અમદાવાદ શહેરના સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમાર, એમટી આઈજી ડીએચ પરમારને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પંવાર, એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લા, ગોધરા વિભાગના ડીઆઈજી એમ.એસ.ભરાડા, સુરત સિટી ડીઆઈજી શરદ સિંઘલ, એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રનને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. તથા હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.