જામનગરમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાત રાજ્ય કાર્યકારીની યોજાઈ બેઠક

સન સાઈન સ્કૂલ માં પતંજલિ યોગ સમિતિ ના ગુજરાત રાજ્ય કાર્યકારીની પ્રીતિબેન શુકલ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું.

હરિદ્વારથી પતંજલિ યોગ પીઠ થી સાધ્વીજી દેવાઅદિતિ જી ગુજરાત ના પ્રવાસે આવેલ જામનગર માં યોગ ના દરેક એરિયા માં સેન્ટર વધુ શરૂ થાય અને ગામડે ગામડે યોગ નો પ્રચાર પ્રસાર થાય એવો અનુરોધ કરેલો અને યોગ ગ્રામ નિરામયમ માં હરિદ્વાર જય ને લોકો અશાદ્ય રોગ ની સારવાર લઇ ને નિરોગી બને તેના માટે આહવાન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય પ્રભારી શ્રી તનુજા બેન જામનગર ના પતંજલિ ના રમેશભાઈ હરવરા હિતેશભાઈ ગોહિલ જિલ્લાપંચયાત ના નિરજભાઈ મોદી, સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સૌરાષ્ટ્રના શહેર પ્રમુખશ્રી જાગૃતિબેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગરના કો ઓડીનેટર તરીખે શ્રી વિશાખા બેન શુકલ અને પુષ્પાબેન આહીર નું જિલ્લા જામનગર ના પતંજલિ ના પ્રભારી તરીખે સાધ્વીજી એ હાર પહેરાવી વિશિષ્ટ સન્માન કરેલ હતું

સમગ્ર કાર્યક્રમ નું મંચ સંચાલન વિદ્યા મહેતા અને બ્રિનજલ ડેર દ્વારા કરવામાં આવેલ હતું સ્વાગત પ્રવચન અને આભાર દર્શન પ્રીતિબેન શુકલ દ્વારા કરવામાં આવેલ હતું અને આયોજન પતંજલિ યોગ સમિતિ સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સૌરાષ્ટ્ર જામનગર દ્વારા કરાયું હતું.