આજરોજ શ્રી આપાગીગા નો ઓટલો ચોટીલા ના જુનાગઢ  અન્નક્ષેત્ર ખાતે SP રવિ તેજા ની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત ની મીટીંગ મળી હતી

મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા પોલીસ મિટિંગ માટે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા એ યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

જેમાં ભવનાથ વિસ્તારમાં સમગ્ર મેળાને  સીસીટીવી કેમેરાની નજર હેઠળ પોલીસ ૨૪ કલાક બંદોબસ્ત રાખશે.

તેમજ યાત્રિકોની સુરક્ષા માટે વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.

યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે મેળામાં અલગ અલગ પ્રવેશ પોઇન્ટ ઉપર સ્થાનિક અને અનુભવી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે.

મોબાઈલ ચોર અને ખિસ્સાકાતરુઓ ને અટકાવવા માટે થઈને પૂરતી માત્રામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

વાહન વ્યવહારની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી…