અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા.

અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા. જેમાં એસ.ઓ.જીએ વર્ષ 2017થી અત્યાર સુઘી 202 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે.અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરનારા સામે ક્રાઇમ એસ.ઓ.જીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે..ક્રાઇમ એસ.ઓ.જી ટિમ બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ભારતના વિઝા વગર બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશ કરીને આવેલ હકિક્ત આઘારે 6 પુરૂષો ઝડપ્યા છે..6 બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા..જે બાંગ્લાદેશના નોઈડેલ ગામના વતની હોવાનું સામે આવ્યા છે છેલ્લા 9 મહિનાથી અમદાવાદના નરોડામાં રહેતા હતા..અને ભારતના વિઝા વગર વસવાટ કરતા પકડી પાડ્યા છે…ત્યારે 6 બાંગ્લાદેશી નાગરિકો પોતોના ખોટા પુરાવા ઉભા કરીને ગુજરાતમાં વસવાટ કરતા હતા..