ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને પણ મળ્યા હતા. અખિલેશે મુલાકાતની તસવીર શેર કરી છે.મૌર્યનું સ્વાગત કરતાં સપા સુપ્રીમોએ કહ્યું કે, સામાજિક ન્યાયની ક્રાંતિ થશે. બાવીસમાં પરિવર્તન આવશે. તિલહરના ભાજપના ધારાસભ્ય રોશન લાલ વર્મા પણ મૌર્ય સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય બાંદાની તિંદવારી સીટ પરથી ભાજપના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ અને બિલ્હોરથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે પણ રાજીનામું આપી દીધું છે.સ્વામી પ્રસાદ મૌર્યએ ગવર્નર આનંદબેન પટેલને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં શ્રમ અને સંકલન મંત્રી તરીકે વિપરીત સંજોગો અને વિચારધારામાં રહીને પણ ખૂબ જ હકારાત્મક સાથે જવાબદારી નીભાવી છે, પરંતુ દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને લધુ તેમજ મધ્યમ કદના વેપારીઓના ઉપેક્ષાત્મક વલણને કારણે ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાંથી હું રાજીનામું આપું છું.સ્વામી પ્રસાદ મૌર્યની ગણતરી યુપીના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમની પાસે યોગી સરકારમાં શ્રમ મંત્રાલયની જવાબદારી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા સ્વામી પ્રસાદ મૌર્ય માયાવતીની પાર્ટી બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા. મૌર્યની ગણતરી બસપા સુપ્રીમો માયાવતીના નજીકના નેતાઓમાં થતી હતી. સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય બંદાયુથી ભાજપના સાંસદ છે. મૌર્ય ઓબીસી સમુદાયના છે.
Related Posts
રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ
રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ ગુજરાત બહારના પ્રવાસીઓને હોટેલના ઉપરાંત ‘હોમ સ્ટે’નો મળશે…
મહારાષ્ટ્રના નવાપુર પાસે લક્ઝરી બસનો અકસ્માત 1નો મોત
સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ…
*કનૈયા કુમારની ગાડી પર વિરોધ કરી રહેલા લોકોએ હુમલો કર્યો*
જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના…