શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ અંડર- 19 એશિયા કપમાં ભારતીય ટીમની શાનદાર બોલિંગ ૫૭ રનમા ૭ વિકેટ મા ઊડયુ શ્રીલંકા

અંડર- 19 એશિયા કપની ફાઈનલ મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહી છે . શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો . ભારતીય ટીમ આઠમી વાર અંડર -19 એશિયા કપની ફાઈનલમાં પહોંચી છે . શ્રીલંકન ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ત્રણ રનના સ્કોર પર જ તેમની પ્રથમ વિકેટ પડી ગઈ હતી . ભારતના રવિ કુમારે શ્રીલંકાને પ્રથમ ઝટકો આપ્યો હતો . ચામિંદુ વિક્રમાસિંધે બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો . ત્યાર બાદ રાજ બાવાએ 15 રન કરીને શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો . તેણે શેવન ડેનિયનને અરાધ્ય યાદવના હાથમાં કેચ કરાવ્યો હતો . ડેનિયલ છ રન બનાવી શક્યો હતો . ત્યાર બાદ કૌશલ તાંબે અંજાલા બંદારાને એલબીડબ્લ્યુ આઉટ કરીને પેવેલિયનમાં મોકલી દીધો હતો . તે નવ રન બનાવી શક્યો હતો . પવન પથિરાજ ચાર રન બનાવીને આઉટ થયો . તેને કૌશલ તાંબેએ ક્લિન બોલ્ડ કર્યો . 47 રનના કુલ સ્કોર પર સદિશા રાજપક્ષા આઉટ થયો . તેની સાથે જ શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી આવી ગઈ હતી . રાજપક્ષા 14 રન બનાવીને આઉટ થયો હતો . તેને વિક્કી કૌશલે શેખ રશીદના હાથે કેચ કરાવ્યો હતો . ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં સંયુક્ત આરબ અમિરાતને 154 રને હરાવ્યા હતાં , પણ બીજી મેચમાં તેને પાકિસ્તાનના હાથે બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો . ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 103 રનથી હરાવ્યું હતું .