ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુના ડ્રગ્સ  અને 6 પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ  કરવામાં આવી.

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુના ડ્રગ્સ  અને 6 પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ  કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. ત્યારે અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ મળી આવ્યા છે.77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાનીઓને અલ હુસૈની નામની પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં તેમને પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કોસ્ટ ગાર્ડ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવાયુ હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે ATS ગુજરાત (Gujarat ATS detect drugs ) સાથેના એક સંયુક્ત ઓપરેશનમાં 20 ડિસેમ્બરના રોજ ભારતીય જળસીમામાં અલ હુસૈની નામની પાકિસ્તાની બોટને 06 પાકિસ્તાની અને 77 કિલો હેરોઈન કે જેની કિંમત 400 કરોડ રૂપિયાની છે તેની સાથે પકડી પાડયો હતો. કોસ્ટ ગાર્ડનું જહાજ ઠંડા પવનો અને ઠંડા હવામાનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું. ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાની બોટ 06 NMને રોકી હતી.પાકિસ્તાની બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હતી, ત્યારે બોટને જોઈને કોસ્ટ ગાર્ડ દ્વારા તેને પડકારવામાં આવતાં તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા (jakhau coast guard detect drugs) તેને કાબૂમાં લેવામાં આવી હતી. પાકિસ્તાની બોટ દ્વારા ત્વરિત ચપળતા દર્શાવતા કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ સયુંકત ઓપરેશનમાં આશરે 05 બેગ ધરાવતું પ્રતિબંધિત માલ કે જેમાં 77 કિલો હેરોઈન હતું, કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા નાર્કોટિક્સની બજાર કિંમત અંદાજે રૂ. 400 કરોડ હોવાનો અંદાજ છે. પકડાયેલી પાકિસ્તાની બોટ છે તે કરાચી ખાતે નોંધાયેલ છે.