અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી જેને લઈને 150 લોકો સામે ગુનો નોંઘ્યો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યા પહોચ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી. જોકે હવે પોલીસે આ  મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ ઘટનામાં 150 લોકો સામે ગુનો નોંઘ્યો છે. જેમા પોલીસ દ્વારા રાયોટિંગનું કાવતરુ કરીને હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથેજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.સમગ્ર મામલે જો વિગતવાર વાત કરવામાં આવે તો દરિયાપુરમાં ગેરકાયદેસર વીજ જોડાણ માટેની તપાસ અર્થે પોલીસ ગઈ હતી. જેમા ટોરન્ટ પાવરના અધિકારીઓ ત્યા ગયા હતા અને તેઓ ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે ટોરન્ટ પાવરના અધિકારી તેમજ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો.અધિકારીઓ ગેરકાયદેસર વીજ જોડાણ કાપવા ગયા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. જેમા આરોપીઓએ તેમના પર પથ્થર મારો કર્યો હતો. આ મામલે પોલીસે 150 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમા ખાસ કરીને રફીર નૂર શેખ, હમિદુલ્લા શેખ અને કાસમ મોહમ્મદ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.