નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને
પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન

નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા, તા.22
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને
પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન થતાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત ભાજપી આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે આજે નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયોહતો. જેમાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નીલ રાવ, પૂર્વ ધારાસભ્યશબ્દ શરણ તડવી,સહીતઉપાધ્યક્ષ જનકભાઈ,નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી સતિષભાઈ પટેલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,જિલ્લાના મહામંત્રીઓ,મોર્ચા ના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું તેમજ જળ સંચયના કાર્યક્રમ મા જોડાઈ પાણીનું મહત્વ સમજાવી પાણીનું જતન કરવા પર ભાર મૂકી આગામી કાર્યક્રમો અને સરકારની યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
ત્યાર બાદ બપોર પછી
ડેડીયાપાડા ખાતે મુલાકાત લીધી હતી.જાનકી આશ્રમ ખાતે કાર્યક્રમમા પણ કાર્યકરો આગેવાનો જોડાયા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા