ભાજપ શાસિત તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા પંદર મા નાણા પંચ ની ગ્રાંટના નાણાં ફાળવવા મા અખાડા સામે કોગ્રેસના ધરણા પ્રદર્શન

ગરૂડેશ્ચર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા પંદર મા નાણા પંચ ની ગ્રાંટના નાણાં ફાળવવા મા અખાડા સામે કોગ્રેસના ધરણા પ્રદર્શન

ગરુડેશ્વર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના સદસ્યો સહિત કોંગ્રેસ કાર્યકરોના ધરણા

ગરુડેશ્વર તાલુકા પંચાયતની 20%ગ્રાન્ટ આવીને પડી છે છતાં ફાળવતા નથી

ગ્રાન્ટ નહીં ફાળવે તો તાલુકા પંચાયત કચેરીને તાલાબંધી ની ચીમકી
રાજપીપલા, તા.20

નર્મદા જિલ્લા ના ગરૂડેશ્ચર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા પંદર મા નાણા પંચ ની ગ્રાંટ બાબતે કોગ્રેસ ના સભ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો તે અંગે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુંહતું.આ ધરણા પ્રદર્શન મા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ ગરૂડેશ્ચર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી નરેશભાઇ સોલંકી ઉસમાન મકરાણી તથા જિલ્લા પંચાયત ના સભ્યો નીતેષ તડવી ભગવતીબેન તડવી અને કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા

આ અંગે ગરુડેશ્વર તાલુકા ના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વિકાસ કમિશનર દ્વારા ગામના વિકાસ કરવા માટે તાલુકા પંચાયતને 20 ટકા ગ્રાંટ, જિલ્લા પંચાયત ને 29%, અને ગ્રામ પંચાયતને 70 ટકા ગ્રાંટ ફાળવવામાં આવે છે. પણ ગરુડેશ્વર તાલુકા પંચાયતને ફાળવવાની થતી ૧૪ લાખ 8 હજારની ગ્રાન્ટ આવીને પડી છે.આ બાબતે કામ કરવા બાબતે સોમવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ગ્રાન્ટ ફાળવતા નથી.એક તરફ વિકાસ કમિશનર કહે છે કે ગામડાનો વિકાસ કરો.તો બીજી તરફ ગામડા ના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટ આપતા નથી. તો ગામડાનો વિકાસ કેવી રીતે થશે? એવું પણ નક્કી થયું છે કે 60ટકા ગ્રાન્ટ સત્તા પક્ષને અને ૪૦ ટકા ગ્રાન્ટ વિપક્ષને આપવાની છે.પણ વિપક્ષને ધ્યાનમાં રાખ્યા વગરગ્રાન્ટ ફાળવતા નથી. જેની સામે અમારો વિરોધ છે. છેવાડાના ગામ સુધી નો વિકાસ થતો નથી.માટે વહેલી તકે ગ્રાન્ટ નહીં ફાળવે. જો નિકાલ નહી આવે તાલુકા પંચાયતને તાળાબંધીકરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા