ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસેબે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત

ટ્રેલર પલ્ટી ખાઈ જતા ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર બોક્સ સહિત વેરાઈ જતા ભારે નુકશાન

રાજપીપલા, તા 13

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસેબે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત નડતા એક ટ્રેલર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર બોક્સ સહિત વેરાઈ જતા ભારે નુકશાન થયું હતું. આ અંગે અકસ્માત ગુનાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઈ છે.
જેમાં ફરીયાદી
અજય દત્તરાજ દેસલે,(ઉં.વ.આ.૨૧,ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.વિંયુર, તા.ધુલે, જિ.ધુલે
(મહારાષ્ટ્ર),)એ આરોપીદત્તરાજ ભોજરાજ દેસલે (રહે.જાનવે,તા.અમલનેર,જિ.જલગાંવ (મહારાષ્ટ્ર)સામે ફરિયાદ નોંધાઈ છે

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજામાનો આઈસર ટેમ્પો નંબર.MH-18-AA-9903 પુરઝડપે અને ગફલતભરી રીતે
હંકારી કોડબા ગામ પાસે હાઇવે રોડ ઉપર પલ્ટી ખવડાવીદેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં ભરેલ સેનેટરી મટીરિયલ રોડ પર બોક્સ વેરાઈ જતા તથા આઈસર ટેમ્પોના નીચેના ભાગે નુકશાન
પહોંચાડી ગુનો કરતા પોલીસે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા