નવા રેકોર્ડ સાથે નર્મદામાં આજે સૌથી વધુ 57કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો

બ્રેકીંગ નર્મદા

નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ત્રીજીવાર વાર હાફ સેન્ચુરી

આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરીનો કોરોનાએ ફરીથી નવો રેકોર્ડ બનાવ્યો

નવા રેકોર્ડ સાથે નર્મદામાં આજે સૌથી વધુ 57કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો
હતો.


જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડા મા -17,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 08અને રાજપીપલા 04કેસ નોંધાયા છે


તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 623 કેસ


રાજપીપલા,તા 5

નર્મદામા કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. રોકેટ ગતિએ વધતા દૈનિક કેસોની સંખ્યા હવે 50થી ઉપર પહોચી ગઈ છે.
નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ત્રિજી વાર હાફ સેન્ચુરી પૂરી કરીછે. આજે એક જ દિવસમા હાફ સેન્ચુરીનો કોરોનાએફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે.
નવા રેકોર્ડ સાથે નર્મદામાં આજે સૌથી વધુ 57કેસ નોંધતાં નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.
જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડા મા -17,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 08અને રાજપીપલા 04કેસ નોંધાયા છે
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 44 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 13 સહિત કુલ-57 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 38 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 101 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 30 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 130 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 67 દરદીઓ સહિત કુલ-328 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 497 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 931 સહિત કુલ-1428 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-82761 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા 623તાવ ના દર્દીઓ નોંધાયા હતા
આ દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1004450 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049129 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા