છેલ્લા ૨૪ વર્ષમાં નર્મદાને પણ સોશિયલ તજજ્ઞ ડોક્ટર મળ્યા નથી.નર્મદા જિલ્લા બાર એસોસિએશનની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ
નર્મદામાં અપૂરતી સારવાર થી લોકોના મોત : જિલ્લા બાર એસો.
રાજપીપળા,તા.5
નર્મદા માં કોરોના ના વધતા કેસો અને મોતને વધતી જતી સંખ્યા સૌથી ચિંતિત છે. છેલ્લા ૨૪ વર્ષમાં નર્મદા ને પણ સોશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા નથી.નર્મદા જિલ્લા બાર એસોસીએશન ને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને લેખિત ફરિયાદ કરી છે.
નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટે જણાવ્યું છે કે નર્મદા જિલ્લા કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રાજપીપળામાં આરોગ્ય સેવાઓ સહિત પાયાની સુવિધાઓ ઉભી કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશન હવે મેદાનમાં આવ્યું છે.નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ મંદના રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પત્ર દ્વારા રજુઆત કરી છે.
પ્રમુખ વંદના ભટ્ટે રજૂઆતમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર છવાયો છે તે છતાં રાજપીપળા આરોગ્ય શિક્ષણ સહિત અન્ય પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયો છે.નર્મદા જિલ્લામાં પૂરતો ડોક્ટર અને દવાઓના અભાવે કોરોના ની સારવાર કરાવતા લોકોને વલખા મારવા પડે છે. પહેલા ૨૪ વર્ષમાં નર્મદા જિલ્લાને એક પણ સ્પેશ્યલ તજજ્ઞ ડોક્ટરો મળ્યો નથી. અન્ય જિલ્લાઓની સરખામણીએ નર્મદા જિલ્લા સાથે આવો ભેદભાવ કેમ.નર્મદા જિલ્લામા કોરોના ની કપરી સ્થિતિમાં અપૂરતી સુવિધાઓ ને લીધે લોકો તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે એ જોઈ અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે. અમારી હિંમત ખૂટી પડી છે. નર્મદા જિલ્લામાં પૂરતી સારવાર મળતી ન હોવાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. કોરોના સંક્રમણ ની ચેન તોડવા કોરોના સારવાર માટે ઓક્સિજન સહિત અન્ય તબીબી સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી જે સાધનો ઉપલબ્ધ છે,એનો ઉપયોગ કરવા યોગ્ય ટેકનિશિયન અને જાણકાર તબીબ નથી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા