બ્રેકીંગ નર્મદા
નર્મદા જિલ્લામાં આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરી ના રેકોર્ડ સાથે 52કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો
RTPCR ટેસ્ટમાં વધુ ૪૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૫૨
પોઝિટિવ કેસ નોંધાયા
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલા,તા 2
નર્મદા જિલ્લામાં આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરી ના નવા રેકોર્ડ સાથે 52 કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો છે
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨ જી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૪૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૮૩ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૦૨ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૭ દરદીઓ સહિત કુલ-૨૮૩ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૧૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૦૯ સહિત કુલ-૧૨૦૪ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨ જી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૩૬૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૪ દરદીઓ, તાવના-૩૨ દરદીઓ, ઝાડાના ૩૭ દરદીઓ સહિત કુલ-૧૦૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૩૬૦૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૮૨૯૯ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા