અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશેઃ પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે
કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલઃ
અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે. એકાએક સર્જાયેલી આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદમાં વધુ સંભાળ, પુષ્કળ જગ્યા અને મદદના જાજા હાથ ની જરુર છે. આ જીવલેણ વાયરસ સામે સંઘર્ષ કરી રહેલ રાજ્ય સરકારના અથાક પ્રયાસોના સમર્થનમાં અદાણી ગ્રુપ
અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરુ કરશે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં
આવેલ અદાણી વિદ્યામંદિર સંકુલને કોવિડ-૧૯ની નજીવી અસર હેઠળના પોઝીટીવ દર્દીઓને આધારરુપ સારસંભાળ માટેની
સવલતમાં રુપાંતરિત કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરુ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડ-૧૯ના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગભજવશે.
“ઝડપથી ફેલાઇ રહેલી આ મહામારીને અંકુશમાં લેવા સરકાર અને આરોગ્ય સંભાળની સંસ્થાઓ સંસાધનો એકત્ર કરવા મથી રહી હોય ત્યારે અમારે શક્ય તમામ રીતે સહયોગ કરવાનો જ છે અને તે કરીશું જ.” એમ અદાણી ફાઉન્ડેશને કહ્યું હતું. ગૃપના યુધ્ધના ધોરણે તરમાળખું ઉભું કરવાના વિશાળ અનુભવને કામે લગાડીને અદાણી વિદ્યા મંદિર ખાતે જરુરિયાતને અનુરુપ માળખું ઉભું કરશું. અમારી શાળાના શિક્ષણ આપતા ખંડોને જીવન ખંડોમાં અર્થાત વિદ્યા-દાનમાંથી જીવન-દાન” માં અમે રુપાંતરિત કરીશું.”
અદાણી વિદ્યા મંદિરના કોવિડ કેર સેન્ટર મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે પથારીઓ, પોષણયુકત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા પૂરી પાડશે. રુપાંતરની આ પ્રક્રિયામાં દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટે એકમોની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરી પાડવાની ટેકનિકલ સુવિધાઓ ઉભી કરવી, તબીબી પૂરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરીંગ સિસ્ટમ માટે એક અલાયદા રુમની સ્થાપના સામેલ છે. સરકાર, શહેરના વહીવટીતંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટીંગ અને સલામતીના નીતિ નિયમો સંબંધી કાર્યમાં અદાણીની ટુકડીઓ પણ મૂકવામાં આવશે
“અદાણી ગૃપ આ અભૂતપૂર્વ પરિસ્થિતમાં કેવી રીતે યોગદાન આપી તેવી આપણા રાજ્યના માનનિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી સાથેની અમારી ચર્ચા દરમિયાન ગૃપ દ્વારા ૩-૪ દિવસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની પડકારજનક કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી આપી હતી “એમ અદાણી ફાઉન્ડેશને જણાવ્યું છે. “આ પ્રયાસોમાં ગુજરાત સરકારનો અભિગમ અત્યંત સકારાત્મક અને સહાયરુપ રહ્યો છે. “