નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ.

નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ.

માંગરોળના સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિ ગામે ગામે શાળાઓ, આશ્રમશાળાઓમા જઈને બાળકો ને તથા જરૂરિયાત મંદોને હજારો ચંપલોનું વિતરણ.

બોરીદ્રા ગામે 300થી વધુ બાળકોને ઉનાળામાં ચંપલોનું વિતરણ.

રાજપીપળા, તા.10

હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે.એક તરફ આકરો તાપ પડી રહ્યો છે.તો બીજી તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે.નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.અરે એવા પણ ઘણા પરિવારો છે ગરીબ પરિવારો છે પગમાં ચંપલ નસીબ નથી,જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ કેટલાક વખતથી વગર ખાલી પરબ શરૂ કરી છે. લોકો ગરમીમાં પરબ શરૂ કરે છે.
તેમાં મહેન્દ્રકાકાએ પરબ શરૂ કરી છે અને નર્મદા જિલ્લામાં અન્ય વિસ્તારમાં શાળાઓમાં કર્યા વિસ્તારોમાં પાસે ચંપલ નથી પલકે પગાર નથી બાળ પગાર ચાલે છે.મહેન્દ્રકાકાના પગલા છે ગ્રામ્ય વિસ્તારમાં જાય છે વિનામૂલ્યે આપે છે. અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્રકાકા શાળાઓ સ્કૂલોમાં બાળકોને ચંપલનું વિતરણ કર્યું છે.
હમણાં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે નાના બાળકો માટે 300થી વધુ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય અનિલભાઈ મકવાણાના સહયોગ શેરીએ શેરીએ જઈને બાળકોને ચંપલોનું વિતરણ કર્યું હતું.
પગરખાની પરબના દાતા મહેન્દ્દકાકા દ્વારા સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ બોરિદ્રાના 300 જેટલા ગામલોકો અને બાળકોને દાતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ તરફ થી તમામ જરૂરિયાતોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું .કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.ઉનાળાની ગરમીમાં જે બાળકો પાસે ચંપલ નહોતા. તેમને ચંપલ મળતા બધાને ખૂબ જ રાહત લાગણી અનુભવી હતી .

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા