અમદાવાદના મણીનાગરમાં આવેલ 100 વર્ષ જૂનું ઝાડ લારીઓ પર થયું ધરાશાયી. ઘટનામાં વૃદ્ધાનું થયું મૌત..

અમદાવાદઃ અમદાવાદ ના મણિનગર BRTS બસ સ્ટેન્ડ સામે આઈ શ્રી ખોડિયાર મંદિર સકુંલ અડીને આવેલ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લીમડાનું ઝાડ એકાએક ધરાશયી થઈ શાકભાજીની લારીઓ અને નાસ્તાની લારીઓ ઉપર પડ્યું હતું.

આઈ શ્રી ખોડિયાર મંદિર સકુંલ મા આરતી ના બરાબર સમાપન પસંગે જ આ લીમડા નું વિશાળ ઝાડ પડતા શાકભાજી ખરીદવા આવેલ વૃધ્ધા નું મોત નીપજીયુ હતું. ચા ની કીટલી ધરાવતા આધેડ મોતીસિહ રાજપુત ની સમયસુચકતા ને લઈ ને બુમાબુમ કરી ને ચેતવતા મોટી જાનહાનિ ટળી હતી.

કાકરિયા ખાતે આવેલ ચાંદ પ્રકાશ સોસાયટી વિભાગ-૨ મા રહેતી વૃધ્ધા રેણુકાબેન મહેતા ૬૪ વર્ષની વૃધ્ધા નું ઝાડ નીચે દબાઈ જવા થી સારવાર દરમ્યાન મોત નીપજીયુ હતું.

ફાયર વિભાગ ના જવાનો એ મોડીરાત સુધી વિશાળ લીમડા ના ઝાડ ના થડો ને કાપી જામ થયેલા ટાફિઁક ને ખુલ્લો કયોઁ હતો.