સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત

રાજપીપલા,તા 23

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ પામેલ હોઇ, સદરહું નુકશાની અંગે સરકારની જોગવાઇ મુજબ અસરગ્રસ્ત પરિવારના શ્રીમતી પારતુબેન મોગીયાભાઈ વસાવાને મકાન સહાય અને ઘરવખરી સહાય પેટે રૂા.૯૮,૮૦૦/- અને શ્રીમતિ ઓરમીનાબેન શિવરામભાઈ વસાવાને મકાન સહાય પેટે રૂા.૫,૨૦૦/- ની સહાયના ચેકો નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન એલ.વસાવાના હસ્તે એનાયત કરાયાં હતા. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ વન મંત્રી મોતીસિંહ પી.વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસભાઈ વિઠ્ઠલભાઈ વસાવા, અગ્રણી મોતીભાઈ ડી.વસાવા અને સાગબારા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા