યાત્રાધામ અંબાજીના દર્શન કરતા સીએમ વિજયભાઈ રૂપાણી..યાત્રા ધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી.

અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રા ધામો ને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવા થી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે.

*અંબાજીમાં આદ્યશકિત માં ના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટ માં જોગવાઈ પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી એ યાત્રાધામ અંબાજી માં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

વિજય ભાઈ રૂપાણીએ અંબાજી નો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામ ના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિત ની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી ને વધુ સુદ્રઢ બનાવવા ની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવા નું પણ આયોજન કર્યું છે*