આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી. 0️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*Govt of India Pvt.Ltd હવે દૂર નહી…!*
સરકારી કંપનીઓના ખાનગીકરણને લઇને શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બાપૂએ કેન્દ્ર સરકારની તુલના ખાનગી કંપની સાથે કરી એક ટ્વિટ પણ કર્યું છે. જેની રાજકીય વર્તુળમાં ખૂબ ચર્ચા થઇ રહી છે.વાઘેલાએ કહ્યું કે આ સરકાર દર વખતે બે લાખ નોકરી આપવાનો વાયદો કરે છે. પરંતુ વર્ષો વિતી ગયા પછી પણ હજુ સુધી યુવાનોને નોકરી મળી નથી, ખુદ સરકારના આંકડા જ સાક્ષી પુરી રહ્યા છે. સરકારે 4 વર્ષમાં ફક્ત 1 લાખ નોકરી આપી છે. જ્યારે તેમની સરકારે 1996માં ફક્ત 1 વર્ષમાં જ 1 લાખ યુવાનોને સરકારી નોકરી આપી હતી
********
*રાજ્ય સરકારે સ્વીકાર્યું ગુજરાતમાં 4.12 લાખ લોકો બેરોજગાર*
હાલમાં વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં 4,12,985 લોકો બેરોજગાર છે. જેમાંથી 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર છે. આમ કુલ મળીને 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 1777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે.
******
*મફતમાં મળેલી વસ્તુમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય?*
ગુજરાતમાં કોરોના કાળમાં ધમણ વેન્ટિલેટરનો વિવાદ જાગ્યો હતો. ત્યારે હવે આજે ગુજરાત વિધાનસભામાં ધમણ વેન્ટિલેટર મુદ્દે ઘમાસાણ મચ્યું હતું. ગૃહમાં કોંગ્રેસે ધમણ વેન્ટિલેટરને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે કહ્યું હતું કે ધમણના નામે મારી સામે ખોટા આક્ષેપ થાય છે. 900 ધમણ સરકારને ફ્રીમાં કંપનીએ આપ્યા છે. ફ્રીમાં મળેલી વસ્તુમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? ભ્રષ્ટાચાર નાથવા ACBને સત્તા આપી છે. આ સરકાર આંખના પલકારામાં નિર્ણય કરે છે.ધમણમાં એક રૂપિયો ખર્ચ અમે કર્યો નથી તો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય
******
*વડોદરામાં સેક્સ રેકેટ એક યુવતીના ભાવ 7 હજાર*
શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટને વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડીને કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 39 હજારની મત્તા સાથે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
*****
*આખરે વિવાદનો અંત: યોજાશે ભવનાથનો મેળો*
સાધુ સંતો અને અખાડાના તમામ સાધુઓ સહમત થયા છે એટલે હવે જુનાગઢ ભવનાથનો શિવરાત્રી મેળો પરંપરાગત રીતે યોજાશે. જેમાં સાધુ સંતો અને અન્નક્ષેત્ર ઉતારા મંડળના અમુક સભ્યોને પ્રવેશ આપવામાં આવશે. બાકી બીજા શ્રદ્ધાળુઓ માટે મેળો બંધ રાખવાનું નક્કી થયું છે. જોકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ નિર્ણયને વખોડયો છે અને શિવરાત્રી મેળો ભાવિકો માટે કરવાની માંગ યોગ્ય છે તેમ જણાવ્યું હતું.
*****
*ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય*
કોરોનાની સ્થિતિને લઇને ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય. તારીખ 27થી 29 માર્ચ સુધી ડાકોર મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આ સાથે જ પદયાત્રીઓને ડાકોર નહીં આવવા જિલ્લા કલેક્ટરે વિનંતી કરી છે. કોરોનાની સ્થિતીને જોતા જિલ્લા તંત્રએ આ નિર્ણય લીધો છે.
******
*ઓઈલ લીકેજ થતા ખેતરમાં આર્મી હેલિકોપ્ટરનું લેન્ડિગ*
ખેડા જિલ્લાના નડિયાદ પાસેના વિણા ગામ નજીક એક હેલિકોપ્ટરે ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતા ભારે કુતુહલતા સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું જેના પગલે લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા આ કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો
********
*ખંભાતમાં ભાજપને એક અપક્ષની જરૂર રાજકીય કાવાદાવા શરૂ*
ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના થયા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકીય શક્તિશાળી બનેલ પાર્ટીને ખંભાતમાં સત્તા અપાવવા સાંસદને દોડવું પડ્યું જેવા હાલ થયા છે. એક અપક્ષ માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ તીવ્ર બની છે.અપક્ષોનું હોર્સ ટ્રેડિગ થઈ રહ્યું હોવાના અહેવાલોએ ખંભાતનું રાજકીય બજાર ગરમ કર્યું છે.
*******
*ગોધરામાં સત્તાને લઈને ઘમાસાણ*
નગરપાલિકામાં સત્તાને લઈને ભાજપ અને અપક્ષ સભ્યો વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. વોર્ડ-7ના વિજેતા અપક્ષ ઉમેદવાર સામે ભાજપે અરજી કરી છે. વિજેતા ઉમેદવારને 4 સંતાન હોવાની ભાજપે કલેક્ટરને અરજી કરી છે. સત્તા મેળવવા ભાજપ અને અપક્ષોમાં હોડ લાગી છે. 44માંથી ભાજપ અને અપક્ષોએ 18-18 બેઠકો જીતી છે, જ્યારે 7 બેઠક AIMIM અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે.
*****
*ફ્રૂટ બજારમાં ફળોના રાજા કેરીની આવક*
ઉનાળો શરૂ થતા જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ગયુ છે. જોકે હાલમાં અન્ય રાજયોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ થોડો ઉંચો છે. ગરમીની સાથે બજારમાં મીઠી કેરીનું આગમન થવા લાગ્યું છે. હાલ દક્ષિણ ભારતની કેરીનું વેચાણ થઇ રહ્યુ છે. કેરીના જથ્થાબંધ ભાવ બદામ ૮૦ થી ૧૦૦ સુંદરી ૧૦૦થી ૧૫૦ હાફૂસ ૨૦૦થી ૩૦૦ વેપારીઓનું માનીએ તો આ વખતે ગુજરાતમાં કેરીનો પાક સારો થયો છે માવઠા કે અન્ય કારણોને લીધે પાકને નુકશાન થયું નથી ત્યારે લોકોને વ્યાજબી ભાવે કેરી ખાવા મળશે.
*****
*કેરીઓ પકાવવા માટેનું ઇથિલિન કાયદેસર કે ગેર કાયદેસર?*
કેરી સ્વાદમાં મીઠી લાગે છે. પરંતુ તેને પકવવા માટે વેપારીઓ ઇથીલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ કાયદેસર છે કે કેમ તે સવાલ હજુ વણ ઉકેલાયેલ છે. આ અંગે વેપારીઓ દ્વારા કોર્ટમા અરજી કરવામા આવી છે. પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.
******
*ગૌરવ ક્રિષ્ના ટાંક Amazonમાં નિમણુંક*
ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા અને પશુપાલન નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મનીષકુમાર ટાંકની સુપુત્રીએ અમેરિકામાં માસ્ટર ઈન કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ દરમિયાન જ Amazon કંપનીમાં પેકેજ સાથે નિમણુંક
******
*એરપોર્ટ પર બેઠક સીએમ રૂપાણી અને લક્ષ્મી મિત્તલ હાજર*
એક દિવસની મુલાકાતે આવેલા અને કેવડીયા કોલોની ખાતે કમાન્ડર કોન્ફરન્સમાં સંબોધન બાદ એરપોર્ટ પર પરત ફરેલા એરપોર્ટ પર બેઠક યોજી હતી વિજય રૂપાણી પ્રદીપસિંહ બીજલ પટેલ અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સાથે મિટિંગ યોજી હતી આ બેઠકમાં 12 મી માર્ચે યોજાનાર દાંડી યાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
*********
*ફરાર થયેલો પોસ્ટ ઉચાપતનો આરોપી ઝડપાયો*
રાવલવાડી પોસ્ટ ઓફીસમાં મિલી ભગત અને સીસ્ટમનો દુર ઉપયોગ કરી ઉચાપત કરવાના કેસમાં ઝડપાયેલા મહિલા એજન્ટના પતિ અને કૌભાંડનો માસ્ટર માઇન્ડ એવો સચિન ઠક્કર રીમાન્ડ પુર્ણ થવાના અંતિમ દિવસે પોલિસ લોકઅપ માંથી ફરાર થઇ ગયો હતો
******
*સીપુ ડેમ ખાલી પાણીની સમસ્યા*
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા પહેલા જ પાણીની મુશ્કેલી વર્તાઈ રહી છે. જિલ્લાના મુખ્ય ડેમ પૈકીનો સીપુ ડેમ ખાલીખમ છે. જેના કારણે ન માત્ર ખેતીની મુશ્કેલી સર્જાશે, પરંતુ 92 જેટલાં ગામો માટે પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. ગત વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે સીપુ ડેમ ખાલી રહ્યો હતો
********
*ICAR ના ધારા ધોરણ મુજબ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમને મંજૂરી*
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમ માટે ના ધારાધોરણ મુજબ કૃષિ અભ્યાસક્રમને ખાનગી યુનિવર્સીટીમાં ચલાવવા માટે મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે ધારાધોરણ મુજબ અને રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમનો વ્યાપ વધે તેમજ વિધાર્થીઓને તેનું શિક્ષણ રાજ્યમાં જ મળે તેવા ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
*********
*વડોદરામાં સોની સામુહિક આપઘાત કેસમાં વધુ એક મહીલાનું મોત*
કેસમાં વધુ એક મહીલાનું મોત થયું છે. અત્યારસુધી આ કેસમાં કુલ 4 લોકોના મોત થયા છે. સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3 સભ્યોનો તાત્કાલિક મોત થયા હતા. જયારે 3 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે વધુ એકનું મોત થતા કુલ આંક 4 થયો છે. પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોનીના પત્ની દીપ્તિ બેન સોનીનું બપોરે 1.30 કલાકે મોત થયું છે. તેઓ એસએસજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર પર હતા.
****
*દહેગામ T.H.O.વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા*
લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે. 24 ફેબ્રુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 16 જાન્યુઆરીના રોજ દહેગામ THO ડો. આર.કે.પટેલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધાના ગણતરીના દિવસોમાં જ ડો. આર.કે.પટેલ કોરોના સંક્રમિત થયા છે. સમગ્ર બાબતે જીલ્લા હેલ્થ ઓફિસર ડો. મનુ સોલંકીએ આ ખુલાસો કર્યો છે. જોકે, જીલ્લા હેલ્થ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.
*****
*થરાની બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ચોકીદારની સાવધાનીથી ઝડપાયો*
થરાની પ્રગતિ બેંકમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મધરાતે બેંકની બારી તોડી ઘૂસેલો ચોર CCTVમાં કેદ થયો હતો. બેંકની બહાર તૈનાત ચોકીદારને અવાજની જાણ થતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસને જાણ કરી જે બાદ પોલીસ અને સ્થાનિકોએ એકઠા થઈ બેંકમાં છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.
********
*20 MLA માસ્ક વગર પહોચી ગયા*
વિધાનસભામાં એક તરફ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ માટે ધારાસભ્યોને અલગ બેસાડવામાં આવ્યા છે. આટલી સાવચેતી બાદ પણ શરૂ થયેલા સત્રમાં 20 જેટલા ધારાસભ્ય માસ્ક વગર જેવા મળ્યા હતા જેને લઈને વિધાનસભાનાં દંડક દ્વારા અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું
******
*સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને વિશેષ શણગાર કરાયો*
સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. દાદાને અલગ અલગ પ્રકારની 51 પાઘડીઓનો વિવિધ વિશેષ શણગાર કરવામાં આવ્યો.
******
*પોલીસ કનડગતના વિરોધમાં વેપારીઓએ પાળ્યો બંધ*
વડોદરાના રાવપુરા, જ્યુબિલી બાગ વિસ્તારના વેપારીઓમાં પોલીસની કનડગત સામે આક્રોશ ફેલાયો. દુકાનદારો અને ગ્રાહકોને પોલીસ ટ્રાફિક અને વાહન પાર્કિંગ મુદ્દે પરેશાન કરે છે. જેના વિરોધમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી. રોજે-રોજના પોલીસ ત્રાસથી નારાજ વેપારીઓ ઉચ્ચ અધિકારીઓના સામૂહિક રજૂઆત કરશે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે પોલીસની આડેધડ કાર્યવાહીથી ધંધાને ફટકો પડી રહ્યાો છે.
******
*ત્રણ દિવસથી પાણી ન આવતા રેસીડેન્ટ ડોક્ટરોએ બતાવ્યુ પાણી*
PIU ઓફિસમાં કરી તોડફોડસિવિલ હોસ્પિટલની PIU ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. તમામ AC અને આઉટ ડોર તોડી નાખ્યા છે.તમામ ફર્નિચર અને દરવાજા તોડી નાખ્યા છે. 3 દિવસથી પાણી ન આવતા રેસિડેન્ટ ડોક્ટરો રોષે ભરાયા હતા. સિવિલ હોસ્પિટલની PIU ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે..
*******
*દેવગઢબારીયાની એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોને કોરોના*
દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાગ્રસ્ત શિક્ષકો ગોધરાથી અપ-ડાઉન કરતા હતા.
******
*સિમી સંમેલન કેસમાં 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા*
20 વર્ષ પૂર્વે સિમી સંમેલનને લઈ 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે સરકારે લગાવેલી અનલોફુલ એક્ટિવિટીની કોઈ કલમો લાગુ પડતી નથી. 2001માં નવસારીના રાજશ્રી હોલમાં અલગ-અલગ 10 રાજ્યના લોકોની ધરપકડ થઈ હતી.
*******
*ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ સાથે એકની ધરપકડ*
સુરતમાં ડુપ્લીકેટ આયુષ્માન કાર્ડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરત ચોક પોલીસે મુકેશ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે મુકેશ પાસેના ત્રણ આયુષ્યમાન કાર્ડ કબ્જે કર્યા છે. આ ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ ભાવનગર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
*******
*ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચના 150 પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા*
અમદાવાદના હેબતપુર સર્કલ પાસે શાંતિવન બંગલોઝમાં વૃદ્ધ દંપતિની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને જીએસટીવી પાસે કેસની તપાસને લઈને એક્સક્યુઝિવ માહિતી સામે આવી છે.સ્થાનિક પોલીસ ઉપરાંત અંદાજિત 100 થી 150 ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ સોલા ડબલ મર્ડર કેસમાં તપાસમાં જોતરાયેલા છે
******
*વ્હોટ્સએપ વીડિયો કોલમાં સુરતીને નગ્ન થવું પડ્યું ભારે*
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપ નો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના 20 વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ 7200ની માંગણી કર્યાની ફરિયાદ ડિંડોલી પોલીસે અરજીના આધારે દાખલ કરી છે. સંદીપે વિડીયો કોલમાં પોતાના તમામ કપડા ઉતારી દીધા હતા
*******
*કેસરિયો ધારણ કરનાર કોંગી સભ્યો ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા*
જૂનાગઢના ભેંસાણમાં રાજકીય કૂદકાબાજીનો નમુનો સામે આવ્યો છે. કારણે કે ભાજપમાં ભળી ગયેલા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો 24 કલાકમાં ફરી કોંગ્રેસમાં સામેલ થયા છે.આ સાથે જ તાલુકા પંચાયતના બંને સભ્યોએ ગેરમાર્ગે દોરીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.
******
*અમદાવાદમાં વિશ્વ ભારતી સ્કૂલના 400 છાત્રોનું ભાવિ બન્યુ અદ્ધરતાલ*
થલતેજમાં આવેલી વિશ્વ ભારતી સ્કૂલના નિર્ણયથી 400 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ શરૂ થયા છે. સ્કૂલ સંચાલકોએ અચાનક ગુજરાતી માધ્યમ બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને આંચકો લાગ્યો છે
*******
*મોહન ડેલકર આત્મહત્યાનો મુદ્દો ‘આપ’ સંસદમાં ઉઠાવશે: સંજયસિંહ*
મુંબઈ અમદાવાદ: દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં કરેલી આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ઉઠાવીને જવાબદારો સામે પગલા ભરવાની માગણી કરવામાં આવશે એવું આપના સાસંદ સંજયસિંહે કહ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે દાદરા નગર હવેલીમાં સ્વ. ડેલકરના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપ્યા બાદ જણાવ્યું હતુ. સાંસદ સંજ્યસિંહે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફૂલ્લ પટેલને તાત્કાલિક હોદા પરથી દૂર કરવાની માગ કરી છે
******
*વડોદરા આપઘાત કેસ: દોષનો ટોપલો જ્યોતિષીઓ પર ઢોળ્યો*
સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં બચી ગયેલા ભાવિન સોનીએ પોલીસને આપેલા નિવેદનનાં એવું જણાવ્યું હતું કે, સ્વાતિ સોસાયટીના માલિકીનું મકાન રૂપિયા ૪૦ લાખમાં વેચવાના ચક્કરમાં રૂપિયા ૪૫ લાખનું દેવું થઈ ગયું હતું. તે દેવામાંથી બહાર નીકળવા માટે અને મકાન વેચાઇ જાય તેની વિધિ માટે ૯ જેટલા જ્યોતિષીઓએ વિધિના નામે રૂપિયા ૩૨ લાખની રકમ પડાવી લીધી હતી.
*******
*અરવલ્લીમાં માતા-પિતાએ પુત્રને રૂા સાત હજારમાં વેચી દીધો*
અમદાવાદ ભીલોડા: ગતીશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે વાંચી ભલભલા કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી નાખે તેમ છે. કોરોના સંક્રમણ પછી ધંધા રોજગારી છીનવતા અનેક પરિવારોની હાલત કફોડી બની છે. ગરીબ પરિવારોને ભૂખ્યા સૂઈ રહેવાના દિવસો આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી કરી પેટિયું રળતા પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરવું તે યક્ષ પ્રશ્ર્ન બન્યો છે.
********
*આરોપીએ જામીન પર છૂટતા જ પીડિતાને જીવતી સળગાવી*
નવી દિલ્હી રાજસ્થાન ના હનુમાનગઢ જીલ્લામાં દુષ્કર્મના એક આરોપીએ જામીન પર છૂટીને પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. મહિલાના શરીરનો 70 ટકા ભાગ દઝાઈ ગયો. મહિલાને ગંભીર હાલતમાં બીકાનેર રેફર કરવામાં આવી છે. મહિલા બ્યુટી પાર્લર ચલાવતી હતીઅને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિથી અલગ રહેતી હતી.જો કે પોલીસે આરોપી પ્રદીપ બિશ્નોઈની ધરપકડ કરી લીધી છે
*****
*ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વચ્ચે થયા MOu*
અમદાવાદ ગાંધીનગર ખાતે સ્થપાનારી મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વૈશ્વિક શિક્ષણની વધુ એક નવતર પહેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના માધ્યમથી કરી છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુ.કે.ના સ્કોટલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગે ભારત અને વિશ્વને ગુજરાત રિસર્ચ, ઇનોવેશન અને ઉચ્ચદક્ષતા પ્રાપ્ત વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં પૂરા પાડી શકે તે હેતુસર ગાંધીનગરમાં એક મહત્વ પૂર્ણ સંપન્ન કર્યા છે
*******
*લગ્ન બાદ પ્રેમી-પ્રેમિકાએ ટ્રેનની આગળ કૂદીને જીવ ગુમાવ્યો*
નવી દિલ્હી માણિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુરુલા રેલ્વે ક્રોસિંગ નજીક એક કિશોર સાથે ટ્રેનની આગળ કૂદીને એક યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કર્યું છે. મૃતકો મધ્યપ્રદેશના રેવા જિલ્લાના છે.જુદી જુદી જાતિના કારણે કિશોરનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો રાજકિશોર કેશરવાની રહેવાસી ચકઘાટ રેવા અને બીજા ગામનો 16 વર્ષનો કિશોર, જેણે ગુરુલા રેલ્વે ફાટક પાસે વાહન ચલાવ્યું હતું, તે સંઘમિત્ર સુપરફાસ્ટ ટ્રેન આગળ કૂદી ગયો હતો.
********
*કિન્નર રક્તદાન કેમ કરી શકતા નથી; સુપ્રીમ કોર્ટે*
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે બ્લડ ડોનર ગાઇડલાઇન્સ 2017 ની કલમ 12 અને 51 ની બંધારણીય માન્યતાને પડકારતી પીઆઈએલની સુનાવણી કરતી વખતે, ટ્રાન્સજેન્ડર્સના રક્તદાન પર પ્રતિબંધ સાથે સંકળાયેલા કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવી પ્રશ્ન ઉઠાવ્યો છે ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે ટી સંતા સિંઘ દ્વારા દાખલ કરેલી જાહેર હિતની સુનાવણી પછી સરકારને નોટિસ ફટકારી હતી.
******
*સાબરમતી અને જોધપુર વચ્ચે અનરિઝર્વ ટ્રેન દોડશે*
અમદાવાદ પશ્ચિમ રેલ્વે સ્થાનિક રહેવાસીઓની માંગ અને સગવડને ધ્યાનમાં રાખીને તારીખ 05 માર્ચ 2021 થી જોધપુરથી સાબરમતી અને તારીખ 06 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી સાબરમતીથી જોધપુર વચ્ચે એક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે.
*🙏🙏thaend🙏🙏*