60 વર્ષમાં રાજ્યના બજેટમાં 1.89 લાખ ટકાનો વધારો, ગયા વર્ષે 2.7 લાખ કરોડનું હતું બજેટ

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થશે. રાજ્યની સ્થાપના થઈ એ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 1960-61માં ગુજરાતનું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેનું કદ 114.92 કરોડ હતુ અને ગયા વર્ષે રજૂ થયેલા બજેટનું કદ 72.17 લાખ કરોડ હતું. જો ટકાવારીમાં જોઈએ તો 60 વર્ષમાં બજેટનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.