ગોંડલ રોડ પરથી ગાયબ થયેલો રપ લાખની રોકડ સાથેનો થેલો પોલીસે શોધી માલીકને પરત કર્યો

મહેસાણાના શિક્ષક મહેન્દ્રભાઇ વાઘેલા એડવોકેટને મળવા માટે કારપાર્ક કરવા ગયાને થેલો ગુમ થયો’તોઃ ભકિતનગર પોલીસે રોકડ ભરેલો થેલો શોધી પરત કરતા શિક્ષકે રાહતનો શ્વાસ લીધો

રાજકોટઃ ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યા સ્ટાફ સાથે ઇન્વેડયુટી પર હતી. ત્યારે મહેસાણાના થોળ ગામમાં રહેતા મહેન્દ્રભાઇ હીરાલાલ વાઘેલા પોલીસ મથકે આવ્યા હતા અને ઇન્વે પીએસ આઇ.ડી.એ. ધાંધલ્યાને મળીને જણાવ્યું હતું કે, પોતે રાજકોટ ખાતે પોતાનો પ્લોટ વેચવા માટે આવ્યા હતા તે પ્લોટ વેહચ્યા પેટેનું અડધુ પેમેન્ટ રૂા રપ લાખ આવેલ તે લઇને પોતે તેના એડવોકેટ મીતેષભાઇ જાનીની ગોંડલ રોડ ઉપર દેવાળી ચેમ્બર્સમાં ગયા હતા એને પોતાની કાર એક દુકાનની સામે પાર્ક કરી પોતે કારમાંથી રૂ. રપ લાખ ભરેલ થેલો લઇને કારમાંથી નીચે ઉતરી દુકાનદારને પુછવા ગયા કે પોતાની કાર દુકાનને અડચણ રૂપ નહી થાય તે ? તેમ કહેતા દુકાનદારે અહીનો પાર્કિંગનું બોર્ડલગાડેલ છે અહી ટ્રાફીક પોલીસ તમારી ગાડી ટોઇંગ કરી લઇને તેમ કહેતા પોતે પોતાની કાર બીજી જગ્યાએ પાર્ક કરવા ગયેલ અને તેની કારપાર્ક કર્યા બાદ તેનો રોકડ રકમ ભરેલો થેલો કારમાંથી ગાયબ જોતા પોતે ગભરાઇ ગયા હતા અને તાકીદે પોલીસ મથકે આવ્યો હોવાનું જણાવતા ઇન્વે. પીએસઆઇ  ધાંધલ્યાએ પી.આઇ. વી.કે. ગઢવીને આવખતે વાકેફ કરતા તેના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, પ્રવિણભાઇ જામંગ, ભાવેશભાઇ, રવિરાજભાઇ, તથા મનિષભાઇ સહિતે તાકીદે શિક્ષક મહેન્દ્રભાઇને સાથે રાખી તપાસ કરતા મહેન્દ્રભાઇ પ્રથમ ઢેબર રોડ પર આવેલ જયાં કાર પાર્ક કરેલ ત્યાં તે પરમેશ્વર ઇલેકટ્રીક નામની દુકાને જઇને તે દુકાનદાર રાકેશભાઇ રસીકભાઇ દેડકીયા (રહે.પુષ્કરધામ) ને પુછતા તેણે રૂ. રપ લાખ રોકડ ભરેલો થેલો સહી સલામત આપતા શ�