નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળી અને અમીયાર ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત  સર્જાયો

બિગ બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા:

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળી અને અમીયાર ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

કપાસ ભરેલી ટ્રક, કંટેનર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો

કપાસ ભરેલી ટ્રકમાં આકસ્મિક રીતે આગ ફાટી નીકળતા ત્રણે વાહનો આગમાં ભસ્મીભૂત

બસ અને ટ્રક નાં ડ્રાઇવર કંડક્ટરો ને ગંભીર ઈજા

ઇજાગ્રસ્તૌને સાગબારા આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા

હાઇવે પર બન્ને બાજુ ટ્રાફિક ચક્કા જામ. બે બે કિમી સુધી વાહનોની લાંબી કતાર

ઘટના સ્થળે પોલીસ પહોચી

રાજપીપળા, તા 9

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળી અને અમીયાર ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાવા

પામ્યો હતો .જેમાં એક કપાસ ભરેલી ટ્રક, કંટેનર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કપાસ ભરેલી ટ્રકમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી .જેના કારણે કપાસ ભરેલી ટ્રક સળગી જતા આગની જ્વાળાઓ બંને વાહનોને પણ લાગી જતા એસટી બસ અને કન્ટેનર પણ આગની લપેટમાં આવી જતા અને ત્રણેવાહનોમાં આગ ફાટી નીકળી હતી.જોકે સાગબારા તાલુકામાં અગ્નિશામક દળની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ ત્રણેય વાહનોને આગથી બચાવી શકાયા નહોતા. અને તેને કારણે એ વાહનો આગમા બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શાગબારા તાલુકાના નવીફળી અમીયાર પાસે નેશનલ હાઇવે નંબર 753 પરથી પસાર થતી સાગ બારાથી ૫ કિલોમીટર દૂર હાઈવે રોડ ઉપર દેવમોગરા થી સેલંબા જતી એસટી બસ અને ડેડીયાપાડા થી મહારાષ્ટ્ર તરફ આવતું કન્ટેનર તથા મહારાષ્ટ્ર તરફથી ગુજરાત જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકને અકસ્માત નડતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો .જોકે આ અકસ્માતમાં એસટી બસ અને ટ્રકના ડ્રાઇવર અને કંડકટર પણએમ કૂલ ચાર જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 નેબોલાવી 108 એમ્બ્યુલન્સ દ્વારાઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક વધુ સારવાર માટે તેમને શાગબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંખસેડવામા આવ્યા હતા. જોકે આ અકસ્માત થતાં હાઈવેની બંને બાજુ બેબે કિલોમીટર સુધી વાહનો ની લાંબી કતાર લાગી જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા .જોકે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. અને આગને અને ટ્રાફીકનેકાબૂ મા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર:જયોતિ જગતાપ, રાજપીપળા