મહિસાગર:* અરરર..76 લાખ ઉપરનું કૌભાંડ.મનરેગા યોજનામાં કૌભાંડ બાબતે 4 તાલુકામાં નોંધાઈ ફરિયાદ..

મહિસાગર:* અરરર..76 લાખ ઉપરનું કૌભાંડ.મનરેગા યોજનામાં કૌભાંડ બાબતે 4 તાલુકામાં નોંધાઈ ફરિયાદ..

* મહીસાગર* મનરેગા યોજનામાં કૌભાંડ બાબતે 4 તાલુકામાં ફરિયાદ નોંધાઈ છે.સંતરામપુર, વીરપુર, બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં મનરેગામાં આચરાયેલા કૌભાંડ બાબતે પોલીસ મથકોએ ફરિયાદ નોંધાઈ છે.. કુલ 76,91,251 રૂપિયાના કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાઈ છે જેમાં લુણાવાડા :- 45,37,694, બાલાસિનોર :- 3,82,492, વીરપુર :- 18,26,820 અને સંતરામપુર :- 9,44,245 એમ મળી કુલ 76,91,251 રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. મનરેગા યોજનામાં આવતા કામોમાં ઓનલાઇન કરવામાં આવતી ડેટા એન્ટ્રીમાં ચેડાં કરી ખાનગી એજેંસીઓના બિલો મૂકી તેમજ ખોટી ડિજિટલ સહીઓ કરી દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલ કર્મચારીઓ તેમજ એજેંસીઓ વિરૂદ્ધ 4 તાલુકામાં 4 તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.વર્ષ 2016-17, વર્ષ 2017-18 અને વર્ષ 2018-19માં આચરવામાં આવ્યું હતું કૌભાંડ. અંદાજે 13 થી વધુ લોકો સામે નોંધાઈ ફરિયાદ. જેમાં ડી.આર. ડી. એ ઓફિસના કર્મચારી પણ શામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.