નર્મદામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું, ગામડા ખૂંધ્યા.
જિલ્લાને ટીબી મુક્ત બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય બની ગામડાઓ ખંડવા દોટ.
નર્મદાના અંતરિયાળ ગામોમાં ટીબીની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ ગામડાઓમાં દોડી.
રાજપીપળા, તા. 7
એસ્પીરેશનલ ડીસ્ટ્રીક તરીકે નર્મદા જિલ્લામાં થોડા સમય પહેલાં જ બાળ અને માતા મરણનું પ્રમાણ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ જોવા મળ્યા ના સમાચાર ની શાહી તો હજી સુકાઈ નથી, ત્યાં જ હવે નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઇ જવા પામ્યું છે. નર્મદામાં આ અગાઉ સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. કુપોષણનું વધતું જતું પ્રમાણ અને તાજેતરમાં જ એક સીલકલેસન એક દર્દીનું મોત જેવી ગંભીર ઘટના એ નર્મદાના આરોગ્ય તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે.
હાલમાં નર્મદા જિલ્લામાં 2019-20 માં 1155 ટીબીના દર્દીઓ નોંધાયા સત્તાવાર આંકડા બહાર આવ્યા છે ખાસ કરીને નર્મદાના અંતરિયાળ ગામોમાં ટીબીની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ ગામડાઓમાં દોડતી થઇ જવા પામી છે.
જેના અનુસંધાને ગરુડેશ્વર તાલુકા માં બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. મનિષા વસાવા, બ્લોક સુપરવાઇઝર મિતેશ ભટ્ટ, ટીબી સુપરવાઇઝર સાગર શાહ, લેપરસી સુપરવાઇઝર ગિરીશ ભીલ, એમપીએચડબલ્યુ શૈલેન્દ્રસિંહ તથા આશાવર્કરની ટીમ વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળ લોકો સક્ષમ પહોંચી હતી અને ટીવી રોગ વિશે માહિતગાર કરી આ રોગ કેવી રીતે ફેલાય છે અને એની સામે રક્ષણ અને સારવાર કેવી રીતે મેળવાય છે બચાવવાના ઉપાયો સહિત અનેક બાબતોથી માહિતગાર કર્યા હતા.