Happy Sunday…
મહાભારતના પ્રારંભમાં બે પાત્રો હતાં, હજારો પાત્રો ઉમેરાતા ગયાં, અંતે ફરી બે પાત્રો પર કહાની ખતમ.
આપણી જિંદગી મહાભારત જેવી છે, ધીમે ધીમે પાત્રો વધતાં જાય, સ્ટોરીમાં કોમ્પ્લિકેશન વધતાં જાય અને અંતે એક કે બે પાત્ર સાથે કહાનીનો સરળ અંત આવવો જરૂરી છે, તો જ કથા વાંચવી ગમે.
સિમ્પલ, વર્ચ્યુઅલ દુનિયાના અનુભવે કશું નવસર્જન થતું નથી. જિંદગીની શાનદાર ડિઝાઇન બનાવવા માટે એકમાત્ર શરત છે કે, સારા ડિઝાઈનર બનવું પડે.
એની વે, આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ ક્રિએટિવિટી કે ડિઝાઇન તૈયાર કરવી હોય તો માત્ર તેનું સબ્જેક્ટિવ નોલેજ હોવું જોઈએ. હકીકતમાં ડિઝાઇન કોઈ એક વિષયની આર્ટ નથી, પણ અનેક વિષયોને સમજીને તૈયાર થતું વિજ્ઞાન છે.
ડિઝાઇન સાઇકોલોજીનો સૌથી મહત્વનો નિયમ છે કે વ્યક્તિ જે તે વસ્તુ ને જુએ તો આપોઆપ તેને ક્યાંક કનેક્ટ કરી શક્તો હોવો જોઈએ, ચાહે એ જીવિત સાથે કે સ્મૃતિમાં તેને કનેક્ટ કરી શકવો જોઈએ. આપણે ઘણી ફિલ્મો કે તેના કેટલાક દ્રશ્યોને જોઈએ છે અને તે આપણને ગમવા લાગે છે, કારણ કે તે આપણા જીવનની કોઈ ઘટના સાથે જોડાયેલા હોય છે.
ફિલ્મ કે નવલકથા સુંદર એટલા માટે લાગે છે, તેની વાતોમાં કન્ટિન્યુટી હોય છે. ડિઝાઇનમાં કન્ટિન્યુટી એટલી હોવી જોઈએ કે માણસ બંધ આંખેથી વિચારે તો પણ છેડા આપોઆપ જોડાવા જોઈએ.
માણસ જ્યારે ડિઝાઇન જોતો હોય છે, ત્યારે તે જાગ્રત અવસ્થામાં સ્વપ્ના જોતો હોય છે. તમારી ડિઝાઇનના કલરફૂલ સ્વપ્ન માટે કલરનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ.
જો લાલ રંગ વાપરતા હોય તો તે જુસ્સો, પ્રેમ, રોમાન્સ, કોન્ફિડન્સ, ગુસ્સા જેવી એગ્રેસિવ લાગણીઓ વ્યક્ત કરતો હોય છે. ટીવી ચેનલોમાં ન્યૂઝ ચેનલો શા માટે આટલો બધો લાલ રંગ લાઉડ મ્યુઝિક સાથે બતાવે છે, એ સમજાવવાની જરૂર લાગે છે?
ઓરેન્જ કલર એનર્જેટિક કલર છે, તો યલો હેપ્પીનેશ દર્શાવે છે. લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પર્પલ સસ્પેન્સ કે જાદુ સાથે જોડાયેલો છે.
બ્લ્યૂ કલર કોર્પોરેટ માટે છે, શાંતિ માટે બ્લ્યૂ આદર્શ છે. અને હા, બ્લેક કલરની વાત જ નીરાળી છે. આપણી પરંપરામાં બ્લેક મૃત્યુ કે અશુભ ઘટના દર્શાવે છે, પણ આ જ વાત અલગ રીતે સમજવાની કોશિશ કરીએ તો બ્લેક કલર વણ ઉકેલાયેલા રહસ્યોનો રંગ છે…..એટલે જ બ્લેક કલર મોડર્ન કલર છે, યંગ જનરેશનનો કલર…
બાકી વ્હાઇટ તો છે જ આદર્શવાદી…
અગત્યનું એ છે કે, ડિઝાઇનનો ફન્ડા બહુ સરળ હોવો જોઈએ. ગુગલ કે વોટ્સએપ ડિઝાઇનના બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે જ્યારે ડિઝાઇન બનાવો તો તેને સમજવા માટે કે ઉકેલવા માટે બહુ બધા ઓપ્શન ન આપો. ઘણી વેબસાઈટ આપણે એટલા માટે બંધ કરી દઈએ છીએ, કારણ કે કોમ્પ્લિકેટેડ હોય છે. વધારે ઓપ્શન હોય તો માણસ નિર્ણય લેવાને બદલે વિકલ્પો વિચારવામાં નિર્ણય માટેનો સમય વેડફી નાખતો હોય છે.
સારા ડિઝાઇનરે ગૂગલ કે વોટ્સએપ પેજ જેવી ઓછા ઓપ્શન વાળી ડિઝાઇન તૈયાર કરવી જોઈએ, તો જ પ્રોડક્ટ સરળતાથી વેચી શકાય….
હવે સમજાયું? જિંદગીની ડિઝાઇન સીધી સાદી સરળ અને યોગ્ય કલરવાળી બનશે તો પેકેજ વસૂલ થશે, બાકી હરિ હરિ…
લેખન અને સંપાદન
Deval Shastri 🌹