રાજકોટ કાર્યાલય ખાતે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના જન્મદિવસે NCP પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવક્તા રેશમા પટેલ દવારા હવનનું કરાયું આયોજન.

રાજકોટ: આજે NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત નેતા શરદ પવાર જન્મદિવસ નિમિતે રાજકોટ NCP કાર્યાલય ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવકતા રેશ્માબેન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ટિમ સંદીપભાઈ ડોબરીયા અને ભૌમિકભાઈ પારેખ સહીતના NCP કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હવનમાં ખેડૂત હિતમાં ઍક સંકલ્પનિય અને શપથવિધિ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. રેશ્મા પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર ને સતબુદ્ધિ આપે તેમજ ગુંડાસાહી સરકાર સામે વિરોધ દર્શાવી આખા રાજ્યમાં આ હવનનું આયોજન કરી, ભાજપના મંત્રીગણની તેમજ મૌન રહેતા રાજ્યના સીએમની પણ સ્વાહા દ્વારા આહુતિ આપી હોવાનું જણાવ્યું હતું.