લોકકથા. ઝાલાવાડનું રજવાડુ. – નીતિન ભટ્ટ.

ઝાલાવાડમાં ઐતિહાસિક નગરી તરીકે ગણાતા હળવદ કાંઈક અનોખો જ ઇતિહાસ ધરાવે છે. રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ પાયો નાખ્યો હતો. ત્યારે હળવદના વસવાટને પાંચસો એકવીસ વર્ષ પૂરા થઈ પાંચસો બાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક શિવાલયો અને અન્ય દેવી-દેવતાઓના અસંખ્ય મંદિરોના કારણે હળવદ છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે. રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો… આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદના રાજીપેર વિસ્તારમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે. હળવદ શહેર દરિયાની સપાટીથી ૪૦ મીટર ઉપર છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. ઇ.સ. ૧૭૦૯માં રાજા જયવંતસિંહે સામતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો જે આજે પણ મોજૂદ છે અને આ મહેલ થકી હળવદની ઓળખ થઈ રહી છે. માત્ર ચાર અક્ષરના બનેલા હળવદ શહેર પોતાના ખોળામાં અનેક વિરાટોને સમાવીને બેઠું છે. હળવદના વિવિધ રાજવીઓ હળવદ શહેરનો પાયો રાજા રાજોધરજીએ મહા વદી તેરસ ઇ.સ. ૧૪૮૮માં મળ્યા બાદ હળવદના વિવિધ રાજવીઓ કુશળ અને બાહોશ હતા જેમાં રાજોધરજી, માનસિંહજી, રાવસિંહજી, ચંદ્રસિંહજી,આશાહારમજી, અમરસિંહજી, મેઘરાજજી, ગજસિંહજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૃપસિંહજી,રણમલસિંહજી, મયુરધ્વજસિંહજી જેવા પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા. હળવદ નામ કેવી રીતે પડયું ? ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ઇ.સ. સાતમી સદી દરમિયાન પ્રસિદ્ધ ચીની યાત્રી યુ એન સાંગે ભારત યાત્રા કરતા વલભીપુરથી લોગનપુર ગયા હતા. સંસ્કૃતમાં લોગન શબ્દ હળનો પર્યાય છે. આજથી સૈકા પહેલાં સંસ્કૃતપ્રેમીઓ આ ભૂમિને લોગનપુર તરીકે ઓળખતા હતા. ઉપરાંત આ ગામનો વસવાટ હળ જેવો હોય તેનું નામ હળવદ પડયું છે. હળવદની ઓળખ આજે પણ સમગ્ર દેશ અને દુનિયામાં અનેરી છે. જેની આજુબાજુ અનેક શૂરવીરોના પાળિયા શહેરનું પૂરું રક્ષણ કરી રહ્યા છે તેવા હળવદની ભૂમિને લાખ લાખ પ્રણામ સાથે સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! સુરેન્દ્રનગરના હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા ઝાલાવાડ માટે પણ ખ્યાતનામ છે. એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે. એક સમયે હળવદ ઝાલાવાડનું પાટનગર ગણાતું. ઝાલાવાડમાં સૌથી વધુ ધિંગાણાં અહીં થયાં છે અહીંના સ્મશાનમાં હળવદના રાજાઓની દેરીઓ પણ છે. આખા દેશમાં ૩ સ્મશાનો પ્રખ્યાત છેઃ ઉજ્જૈનનું મહાકાલેશ્વર સ્મશાન, પાટણનું હિંગળાજ સ્મશાન અને હળવદનું રાજેશ્વર સ્મશાન. સામાન્ય રીતે સ્મશાનનો સંબંધ મોત સાથે હોય છે, પણ હળવદનું સ્મશાન ત્યાં થતી હલચલને કારણે તેને ‘જાગતંુ સ્મશાન’ પણ કહેવાય છે. અગત્યનું >>>>>>> ધ્રાંગધ્રા રજવાડું અને રિયાસત ભારતનું રજવાડું ૧૭૪૨–૧૯૪૮ ઇતિહાસ • સ્થાપના ૧૭૪૨ • ભારતની સ્વતંત્રતા ૧૯૪૮ વિસ્તાર • ૧૮૯૨ ૩,૦૨૩ km 2 (૧,૧૬૭ sq mi) વસતિ • ૧૮૯૨ ૧,૦૦,૦૦૦ ગીચતા ૩૩.૧ /km 2 (૮૫.૭ /sq mi) આજે ભાગ છે :- ભારત ઇતિહાસ ધ્રાંગધ્રા રજવાડું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હતું. આ રજવાડું હળવદ-ધ્રાંગધ્રા રજવાડું પણ કહેવાતું હતું કારણ કે એક સમયે હળવદ રાજધાની રહેલું. ઝાલાવાડ રાજ્યની સ્થાપના ૧૦૯૦માં થઇ હતી. ઇસ ૧૭૪૨માં ધ્રાંગધ્રા નવી રાજધાની રૂપે સ્થપાયું અને રાજ્યનું નામ બદલાયું. અગાઉના નામો કુવા અને હળવદ હતા તેમજ રાજ્ય હળવદ-ધ્રાંગધ્રા નામે પણ ઓળખાતું. ધ્રાંગધ્રા પર ઝાલા વંશના રાજપૂતોએ શાસન કરેલું. તેઓ ‘રાજ સાહેબ’ ખિતાબ ધારણ કરતાં. શાસકો રાજ સાહેબ ૧૬૭૨ – ૧૭૧૮ જસવંતસિંહજી પ્રથમ ગજસિંહજી (મૃ. ૧૭૧૮) ૧૭૧૮ – ૧૭૩૦ પ્રતાપસિંહજી જસવંતસિંહજી (મૃ. ૧૭૩૦) ૧૭૩૦ – ૧૭૪૫ રાયસિંહજી દ્વિતિય પ્રતાપસિંહજી (મૃ. ૧૭૪૫) ૧૭૪૫ – ૧૭૮૨ ગજસિંહજી દ્વિતિય રાયસિંહજી (મૃ. ૧૭૮૨) ૧૭૮૨ – ૧૮૦૧ જસવંતસિંહજી દ્વિતિય ગજસિંહજી (જ. ૧૭.. – મૃ. ૧૮૦૧) (હળવદના વિરોધમાં ૧૭૫૮થી) ૧૭૫૮ – ૧૭૮૨ રાણીજી જિજિબાઇ કુંવરબા – ગાદી સાચવણી (જસવંતસિંહજી દ્વિતિય માટે; હળવદના વિરોધમાં) ૧૮૦૧ – ૧૮૦૪ રાયસિંહજી તૃતિય જસવંતસિંહજી (જ. ૧૭૬૧ – મૃ. ૧૮૦૪) ૧૮૦૪ – ૯ એપ્રિલ ૧૮૪૩ અમરસિંહજી દ્વિતિય રાયસિંહજી (જ. ૧૭૮૨ – મૃ. ૧૮૪૩) ૯ એપ્રિલ ૧૮૪૩ – ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ રણમલસિંહજી અમરસિંહજી (જ. ૧૮૦૯ – મૃ. ૧૮૬૯) (૨૪ મે ૧૮૬૬ થી, સર રણમલસિંહજી અમરસિંહજી) ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ – ૨ ડિસેમ્બર ૧૯૦૦ માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી (જ. ૧૮૩૭ – મૃ. ૧૯૦૦) (૧ જાન્યુઆરી ૧૮૭૭ થી, સર માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી) ૨ ડિસેમ્બર ૧૯૦૦ – ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ અજીતસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૭૨ – મૃ. ૧૯૧૧) (૧ જાન્યુઆરી ૧૯૦૯ થી, સર અજીતસિંહજી જસવંતસિંહજી) ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ – ૧ જાન્યુઆરી ૧૯૧૮ ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (જ. ૧૮૮૯ – મૃ. ૧૯૪૨) (૧ જાન્યુઆરી ૧૯૧૭ થી, સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી) મહારાજા શ્રી રાજ સાહેબ ૧ જાન્યુઆરી ૧૯૧૮ – ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (સ.અ.) ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મયુરધ્વજસિંહજી મેઘરાજજી તૃતિય (જ. ૧૯૨૩ – મૃ. ૨૦૧૦) 🚩જય માતાજી 🚩