જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” બનાવીને સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા “ધ્વજ પ્રણામ તથા પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયુ.

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતના વિવિધ ૨૦ જિલ્લા મથકો ઉપર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનોદકુમાર ઉદેચાના માર્ગદર્શન હેઠળ આજરોજ તા-૧૩/૧૧/૨૦૨૦ ને શુક્રવાર,ધનતેરશ ના શુભ દિને “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” બનાવીને સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની વડપણ વાળી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા “ધ્વજ પ્રણામ તથા પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કરાયેલ. તે અંતર્ગત શ્રી ભારત માતા મંદિર, સેકટર-૭, ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા ના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ ની ઉપસ્થિતિમાં આયોજન કરાયેલ જેમા મોટી સંખ્યામાં રાષ્ટ્ર ભકતો ઉપસ્થિત રહ્યા. શુભ દિપપ્રાગટય થી ભારત માતા ના ચરણોમાં વંદના કરી કાર્યક્રમ નો શુભારંભ કરાયેલ. માનનીય મેયરશ્રી ના હસ્તે ધ્વજવંદન કરાયેલ તથા સર્વેએ સમુહમાં ધ્વજપ્રણામ કરેલ.શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” ની રચના અને અમલવારીની માંગ ના આંદોલન માં સાથ આપવા પ્રતિજ્ઞા લેવડાવેલ. વિખ્યાત લોકસાહિત્યકાર શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા “જનસંખ્યા નિયંત્રણ ” પર સંપાદિત પુસ્તક નું વિમોચન મેયર શ્રીમતી રીટાબેન પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ વિનોદકુમાર ઉદેચા ના વરદ્ હસ્તે કરાયેલ.માન.મેયરશ્રી દ્વારા પ્રાસંગીક ઊદબોધન કરીને માર્ગદર્શન અપાયેલ અને દીપાવલી ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.ગાંધીનગર મહાનગર ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલે પણ ફાઉન્ડેશન ના કાર્યને આવકારતા સહયોગ ની ખાત્રી આપતા સર્વને જોડાવા અપીલ કરેલ.ત્યારબાદ ફાઉન્ડેશન ના પ્રદેશ અધ્યક્ષ વિનોદકુમાર ઉદેચા દ્વારા પ્રાસંગીક ઊદબોધન કરતા વધતા વસ્તી વિસ્ફોટ ને નિયંત્રિત નહિ કરાય તો આવનારા ભવિષ્ય માં ભારત દેશ ઉપર આવી પડનારી વિટંબણાઓ ની વિસ્તૃત માર્ગદર્શન આપેલ.તથા જન નિયંત્રણ કાનૂન બનાવવાની માંગ કરતા આંદોલનના રાષ્ટ્ર હિતની ભગીરથ કાર્ય માં સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ.શ્રી ભારતમાતા મંદિર ના ટ્રસ્ટીગણ સર્વશ્રી મુકેશભાઈ ગોર,હસમુખભાઇ પ્રજાપતિ, નવિનભાઈ પટેલ,વિનાયકભાઈ પટેલ, બજરંગ દળ જીલ્લા અધ્યક્ષ શક્તિસિંહ ઝાલા, ગણપતસિંહ વાઘેલા નો ખુબ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ જે બદલ તેઓશ્રીનો રહદયપુવઁક અભિનંદન સહ આભાર વ્યક્ત કરાયેલ.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રિયાબેન પટેલ તથા માર્ગદર્શન શ્રી સુરેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગને દિપાવવા તથા સફળતા પુરી પાડવામાં ફાઉન્ડેશન ના સચિવ છાયાબેન ખરાડી,મીડિયા પ્રભારી ભવ્ય ગાયકવાડ,સદસ્યા નલિનીબેન શ્રીવાસ્તવ,સંયોજક જયપાલસિંહ વાઘેલા,હિતેશ ખરાડી,નિતીન પરમાર,ધર્મિષ્ઠાબેન ચૌહાણ,જયંતભાઈ ચૌહાણ,ગુણવંતભાઈ સુતરીયા,નિલેશભાઈ મહેરીયા, વસંતીબેન,ભારતીબેન વાઘેલા,ઉમેશભાઈ,બાળ સેવક હર્ષ ઉદેચા એ ભારે જહેમત ઉઠાવેલ જેને સર્વએ બિરદાવેલ.