સહકારી ક્ષેત્રના મહારથી ઘનશ્યામ પટેલ હવે નર્મદા ભાજપના નવા સુકાની.

રાજપીપળા નગરપાલિકા સહિત તાલુકા પંચાયત ની નવા વરાયેલી જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ માટે પડકારરૂપ સાબિત થશે.

આગામી ચૂંટણીઓ જીતાડવા અને ભાજપનું સંગઠન મજબૂત કરશે- જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ.

રાજપીપળાના સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરતા દિવાળીનો માહોલ રચાયો.

રાજપીપળા, તા. 10

નર્મદા જિલ્લા ભાજપના નવા સુકાની તરીકે ગઈકાલે નર્મદા જિલ્લાના સહકારી આગેવાન અને નર્મદા સુગર ચેરમેન અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરાતા રાજપીપળા ભાજપના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને સાંજે 7 વાગે સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરતાં દિવાળીનો માહોલ રચાયો હતો.ટ્રાફિક ચક્કાજામ વચ્ચે ઘનશ્યામ પટેલની હાર પહેરાવવા અભિનંદન પાઠવવા ફુલહાર કરવા સમર્થ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઘનશ્યામ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો આભાર વ્યક્ત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાર્ટીએ સોંપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવી. ભાજપનું સંગઠન મજબુત બનાવીશ સૌને સાથે રાખીને કામ કરીશ.આગામી નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જીતાડવા પૂરો પ્રયત્ન કરીશ.
આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ ઘનશ્યામ પટેલ માટે પડકારરૂપ સાબિત થશે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં માત્ર ગરુડેશ્વર તાલુકા પંચાયત સિવાય કોઈપણ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. અને જિલ્લા પંચાયતમાં પણ હરણ નો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નું કોકડું છેલ્લા કેટલાક વખતથી ગૂંચવાતું હતું, કોણ પ્રમુખ બનશે તેના અનેક તર્કવિતર્કોની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનું ઘનશ્યામ પટેલનું નામ આજે જાહેર કરવામાં આવતા ભાજપ છાવણીમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
જોકે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ મેળવવા માટે ઘનશ્યામ દેસાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ગોહિલ, અશોક પટેલ, ભારતીબેન તડવી, પ્રકાશ વ્યાસ, વલ્લભ જોષી સહિતના ભાજપ કાર્યકરો વચ્ચે હોડ જામી હતી. પોતપોતાના ગોડફાધરને રીઝવવા માટે જિલ્લા પ્રમુખ પદ મેળવવા માટે લોબિંગ પણ કરાયું હતું. ત્યારે પાર્ટીમાં કોન્ટ્રાક્ટરોને પ્રમુખ ન બનાવવાની રજૂઆતો પણ થઈ હતી. ત્યારે નર્મદા ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ દેસાઈ બે ટર્મથી પ્રમુખ રહી ચુક્યા છે. જોકે પ્રદેશ ભાજપ દ્વારા આ વખતનો રીપીટ પદ્ધતિ અપનાવવામાં આવતા ઘનશ્યામભાઈ પટેલના નામ પર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહોર લાગી છે. હવે એ જોવું રહ્યું કે આગામી દિવસોમાં ઘનશ્યામ પટેલ પાર્ટીને ક્યાં લઈ જાય છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા