*આઠેય બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું*
રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ સાંજે 6ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ આઠેય બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. જોકે આ આકડો થોડો વધીને 59ટકા સુધી પહોંચે તેવી શક્યતા છે.
*
*મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન*
મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન, ધાર જિલ્લાની બદનાવર સીટ પર બન્યો રેકોર્ડ
ભોપાલઃ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી Election) મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણી અધિકારી પ્રમાણે પેટાચૂંટણીમાં 66.37 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મતદાન ધાર જિલ્લાની બદનાવર સીટ પર 81.26 ટકા થયું છે. જો મધ્યપ્રદેશમાં સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો ગ્વાલિયર ઈસ્ટમાં થયું છે, ત્યાં માત્ર 42.99 ટકા મત પડ્યા છે.
*
*ન્યૂયોર્ક-ન્યૂજર્સી અને વર્જીનિયામાં સૌથી પહેલા મતદાન કરવામાં આવ્યું*
મતદાનના કેટલાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વિટ કરી લોકોને મતદાન કરવાની અપિલ કરી છે. જ્યારે જો બાઈડને કહ્યું છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમની શુ યોજના હશે તે અંગે માહિતી આપી હતી. તેમણે અન્ય એક ટ્વિટ કરી મતદાન કરવા અપીલ કરી છે.કમલા હેરિસ માટે તમિલનાડુમાં પોસ્ટર લાગ્યા
*
*ઘીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિકલત મળી*
આણંદ GLDC વિભાગના સુપરવાઈઝર પાસેથી મળી કરોડોની સંપત્તિ ભ્રષ્ટાચાર મુક્તિની વાતો વચ્ચે સરકારનો વિભાગ જાણે કે ભ્રષ્ટાચારથી ખદબદતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વિભાગના કલાસ ત્રણના ફિલ્ડ સુપરવાઈઝર સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે
**
*ચૂંટણીમાં ભાજપે હાર દેખાતાં મતદારોને ડરાવવાના પ્રયાસો કર્યા*
પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.અને ભાજપ પર ફરી ધારાસભ્યોની કરોડો રૂપિયામાં ખરીદી કરી હોવાનો આક્ષેપ કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે ચૂંટણીમાં ભાજપે હાર દેખાતાં મતદારોને ડરાવવાના પ્રયાસો કર્યા. ભાજપે અલગ અલગ સમાજને વાડીઓ બનાવી આપવાના પ્રલોભનો આપ્યા. તો આઠેય બેઠકો પર પોલીસની કામગીરી સામે પણ અમિત ચાવડાએ સવાલો ઉઠાવ્યા
*
*અધિકારી પર શાહી ફેકી મોઢૂં કાળું કરવામાં આવ્યું*
સુરતના કતારગામ વિસ્તારમાં મનપાની ઓફિસમાં અધિકારી પર શાહી ફેંકાઈ. અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ દ્વારા કતારગામ ઝોનના પાલિકા અધિકારી ડો.શ્રોફ પર શાહી ફેંકવામાં આવી. ડો.શ્રોફનું શાહી વડે મોઢું પણ કાળું કરવામાં આવ્યું. કિરીટ વાઘેલાના આક્ષેપ છે કે ડો.શ્રોફ કતારગામ વોર્ડ ઓફિસમાં ચાર બેલદારોને સાથે રાખી ભ્રષ્ટચાર કરે છે.
*
*લીંબડીમાં બોગસ વોટિગ થયાના આક્ષેપો*
લીંબડીમાં બોગસ વોટિંગ થયાના આક્ષેપો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે બોગસ વોટિંગ થયુ હોય તેવા ગામોમાં ફરી મતદાનની માંગ કરી છે .તેઓએ લીંબડીના પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી સામે રજૂઆત કરી છે. વીડિયો અને પુરાવા સાથે સમગ્ર બાબતે રજૂઆત કરી છે. લીંબડી બેઠક પર ભેંસજાળ ગામમાં બોગસ વોટિંગ થઈ રહ્યાનો ચેતન ખાચરે આરોપ લગાવ્યો
*કરજણ વિધાનસભામાં પૈસા આપનાર શખ્સ ભાજપનો?*
કરજણ વિધાનસભાના પોર-ઇટોલા વિસ્તારમાં મતદારોને પૈસા આપતો વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે તપાસ કરાવી. કોંગ્રેસે વાયરલ કરેલા આ વીડિયોમાં પૈસા આપનાર યુવક ભાજપનો કાર્યકર નીકળ્યો. વીડિયોમાં મતદારોને ભાજપને મત આપવાનું કહીને રૂપિયા આપતો શખ્સ ભાજપનો કાર્યકર ધ્રુવેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કર્યા બાદ ચૂંટણી પંચે વાયરલ વીડિયો મુદ્દે તપાસ ચલાવી હતી.
**
*જાહેરનામા ભંગ મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ*
ડાંગમાં જાહેરનામા ભંગ મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસે ભાજપના પુર્ણેશ મોદી સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસે વિવિધ સ્થળે જિલ્લા બહારથી આવેલી ગાડીઓના ફોટા અને વીડિયોના આધારે પુર્ણેશ મોદી સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસે જણાવ્યું કે જાહેરનામા મુજબ જિલ્લા બહારના વ્યક્તિને ડાંગ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતા ભાજપે નિયમોનો ભંગ કરી અન્ય જિલ્લાના લોકોને ડાંગમાં એકત્ર કર્યા
*
*મોરબીમાં ભાજપની પત્રિકાની વહેંચણી થતાં કોંગ્રેસે મતદાન બંધ કરાવ્યું*
બોય્ઝ હાઇસ્કૂલમાં ભાજપની પત્રિકાની વહેંચણી થતા કોંગ્રેસે મતદાન બંધ કરાવ્યું. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકરો બુથમાં ભાજપની પત્રિકા વહેંચી મતદાનને પ્રભાવિત કરી રહ્યા છે. ભાજપની પત્રિકાની વહેંચણી બાદ બોય્ઝ હાઇસ્કૂલમાં મતદાન બંધ કરવામાં આવ્યું. બીજી તરફ બુથ નજીક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મતદારોને સમજાવતા હોય તેવો કથિત વીડિયો પણ વાયરલ થયો છે.
*
*રાજ્યમાં 13 IAS અધિકારીઓને સોંપાઈ જવાબદારી*
રાજ્ય સરકારે 33 જિલ્લામાં 2021ની મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવીઝન કરવા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે 13 IAS અધિકારીઓની નિમણૂંક કરી છે. જેટલા પણ અધિકારીઓની નિમણૂંક કરાઈ છે,તેમા 2007ની બેંચના અધિકારીઓ છે.
*
*અધિકારોની પાંખ કપાઇ રાજ્ય સરકારે લીધો નિર્ણય*
વિભાનસભામાં ધારાસભ્યો અગાઉ અમર્યાદિત પ્રશ્નો પુછી શકતા હતા પણ હવે તેના પર પણ કાપ મૂકાયો છે. એટલું જ નહીં, હવે તો ધારાસભ્યો તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોના માધ્યમથી પાંચ વર્ષની નહી પણ માત્ર ત્રણ વર્ષની માહિતી મેળવી શકશે. ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નની માહિતી એકત્ર કરતા ઘણો સમય વ્યતિત થાય છે તેવુ બહાનુ ધરાયુ છે. વિપક્ષ નાખુશ છે કેમકે, પુરતી માહિતીના અભાવે ગત વર્ષના આંકડા સાથે તુલના થઇ શકશે નહીં. સરકારની પોલ ઉઘાડી ન પડે તે માટે ધારાસભ્યોના અધિકારોની પાંખ કપાઇ રહી છે
*
*ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોમેન્ટ કરનાર સમિત ઠકકરની ધરપકડ*
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદીત્ય સામે સોશ્યલ મીડીયામાં વાંધાજનક કોમેન્ટ કરનારા સમીત ઠકકરને નાગપુર કોર્ટે જામીન આપ્યા હતા, પણ મુંબઈ પોલીસે તેની ફરી ધરપકડ કરી છે. હાઈકોર્ટે નવ નવેમ્બર સુધી તેને કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો છે.
*
*ઓસ્ટ્રિયા: છ સ્થળોએ મુંબઈ જેવો આતંકી હુમલો, 15 લોકોના મોત*
યુરોપના ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો થયો હતો. ફાયરિંગમાં સાત લોકોના મોત થયાં છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે વિયેના શહેરમાં એક યહૂદી ઉપાસના ગૃહ સહીત છ અલગ અલગ જગ્યાઓ પર હથિયાર બંધ લોકોએ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો છે.
*
*ધારાસભ્યો સામેના પડતર કેસોની સુનાવણી શરૂ*
હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓ છે
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે નેતાઓ સામેના કેસની સુનાવણી હવે ઝડપી કરવામાં આવે છે જેના પગલે કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પડતર કેસની સુનાવણીની શરૂઆત થઇ ગઇ છે. સોમવારે કાંધલ જાડેજા વિરૂદ્ધ હાલમાં જે 15 કેસો પેન્ડિંગ છે તે કેસની સુનાવણી ચાલી રહી છે.
*
*930 મહિલાઓએ વકીલાત માટેની સનદ મેળવી*
1961માં બાર કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારે રાજ્યમાં 9 મહિલા સહિત 1182 વકીલ હતા
વકીલાતનો અભ્યાસ કર્યા બાદ 1 જાન્યુઆરી 2020થી 31 ઓક્ટોબરના 10 મહિનામાં 930 મહિલા અને 1846 પુરૂષ મળી કુલ 2776 જણાએ વકીલાતની પ્રેક્ટિસ કરવા બાર કાઉન્સિલમાંથી સનદ (લાઈસન્સ) મેળવી છે.
*
*દિવાળી પહેલા જ ગોવાની ફ્લાઇટનું ભાડું બમણું*
અમદાવાદથી અન્ય શહેરોમાં જતી ફ્લાઈટમાં હજુ પણ બુકિંગ મળે છે, પણ દિલ્હી, ગોવા સહિત કેટલાંક શહેરોના ભાડામાં વધારો થયો છે. દિવાળી પહેલા ડિમાન્ડ વધતા ભાડામાં હજુ વધારો થવાની શક્યતા છે. અમદાવાદથી દિલ્હીનું રેગ્યુલર ભાડુ 3000થી 3500 રૂપિયાની સામે હાલ 8000 રૂપિયાને પાર કરી ગયું છે.
*
*ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી*
ગઢડા વિધાનસભાની ચૂંટણીનું મતદાન બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. પરંતુ મતદાન પૂર્ણ થવામાં હતું તે સમયે ગઢડા નૂતન વિઘાલયના બુથ પર બોગસ વોટિંગની બાબતે ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોના કાઠલા પકડી જમીન પર પકડી ઢીકા પાટુનો માર માર્યો હતો. મતદાન મથકમાં અને જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં મારીમારી થતા જોનારાઓ દંગ રહી ગયા હતા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
*
*હવે ઘરે બેઠા રોપ-વેની ટિકિટ બુક કરાવી શકાશે*
જૂનાગઢ: કંપની તરપથી જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udankhatola.com વેબસાઈટ પરથી બુક કરાવી શકશે. હવે પ્રવાસી જાતે નક્કી કરી શકશે કે, તેમણે દિવસભરમાં કયા સમયે કઈં તારીખે રોપ-વેની મજા માણવી છે. એટલે કે, પ્રવાસીઓ પોતાના રોપવે પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. આ સુવિધાથી પ્રવાસી રમણીય દ્રશ્યો જોવા માટે પોતાની રીતે ટાઈમ નક્કી કરી શકશે.
*
*કોર્પોરેટરે જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો*
સાબરકાંઠા તલોદના કોંગ્રેસી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજુ શાહે એક યુવતી સાથે દુષ્કર્મ આચરી અને તેને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ મુજબ કોર્પોરેટરે તેની સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધી અને તેને ગર્ભવતી બનાવી હતી બાદ ગર્ભપાત પણ કરાવ્યો હતો પીડિતાને ધાકધમકી આપીને જોગણીમાતા ના મંદિરે લઈ જઈ અને તેને ખોટી રીતે સિંદૂર પુરી અને ખોટા લગ્ન કર્યા હતા
*