*સોનિયા ગાંધીના અંગત કોંગ્રેસીનો દીકરો ભાજપમાં જોડાઈ ગયો*

દિલ્હીમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે આ રસાકસીવાળા માહોલની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા જનાર્દન દ્વિવેદીની દિકરા સમીર દ્રિવેદીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સમીરે મંગળવારના રોજ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. લગભગ દોઢ દાયકાથી સંગઠનના મહાસચિવ રહેલા જનાર્દન દ્રિવેદીની ગણતરી સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છે.