બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..

જીએનએ અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ લાઈટિંગ થી મંદિર શણગારવામાં આવ્યું. અમદાવાદ ની ખાનગી કંપની દ્વારા વિના મૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી. રોજે રોજ માઈ ભકતો રાત્રે મંદિર ની અલગ અલગ લાઈટિંગ જોઈ શકશે. નવરાત્રી ના 9 દિવસ સુધી આ લાઈટિંગ મંદિર પર શણગાર રૂપે જોવા મળશે. અંબાજી મંદિર ના સુવર્ણ શિખર, ચાચરચોક અને શક્તિ દ્વાર સુધી આ લાઈટિંગ શરૂ કરાઇ. ભક્તો પ્રથમ વાર આ લાઈટિંગ નવરાત્રી દરમિયાન અદભૂત નજારો જોઈ શકશે. આ લાઈટિંગ મા સિટી કલર, મુવિંગ હેડ, રાયધેન બેટન, એલઈડી પર એલઇડી વોશ જેવી અદભૂત ટેકનોલોજી થી 600 થી વધુ લાઈટો નો નજારો અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે.