આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા આજે 66 વર્ષની થઈ ગઈ છે. તેણે અત્યાર સુધીમાં 180થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રેખા પોતાની સુંદરતા અને સરળતાના કારણે જાણીતી છે. વધતી ઉંમરમાં પણ તેની સુંદરતાના લોકો દિવાના છે. જો કે એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે કારકિર્દીની શરૂઆતમાં રેખાને તેના લૂકના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 1970ના દશકના અંતમાં તે બોલિવૂડમાં એક સેક્સ સિમ્બોલના રૂપમાં જાણીતી થઈ હતી. કરોડ઼ો દીલોની ધડકન, એવરગ્રીન અભિનેત્રી રાખે આજે પણ જો કોઈ ઈવેન્ટ અથવા તો ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં નજરે પડે તો પણ ચાહકોના દીલ ધડકવા લાગે છે. શનિવારે રેખાએ પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે જુઓ તેના સુંદરતા અને લાખો દિલો ઉપર રાજ કરવાનું રહસ્ય..