કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક યોજવામાં આવી.

કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ પ્રકાર ની જાતીય સતામણી રોકવા તેમજ પગલાં લેવા બાબત નામદાર સુપ્રીમ કોર્ટ ની વિશાખા ના કેસ માં આપેલ માર્ગદર્શિકા મુજબ એક કમિટી ની રચના કરી. જેમાં અધ્યક્ષ સ્થાને અમદાવાદ ના ગુજરાત હાઈ કોર્ટ માં વકીલાત કરતા એડવોકેટ શ્રીમતી યોગિનીબહેન પરીખ, ધાંગધ્રા ના ગોપીબેન રાવલ, પાટણ ના જ્યોત્સનાબહેન નાથ, રાજકોટ ના બિનલબહેન રવેશીયા તથા વડોદરા ના જલ્પાબેન પંચાલ ની નિમણુંક કરી.
૧૯ મી સપ્ટેમ્બર ના રોજ બાર કાઉન્સિલ ની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી ભરત ભગત તથા સભ્ય શ્રી દીપેન દવે ની હાજરીમાં કાર્ય સ્થળ પર મહિલા વકીલો સાથે થતી જાતીય સતામણી રોકવા તથા કાર્યવાહી કરવા રચાયેલ કમિટી- સેકસ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ કમિટી ની બેઠક મળી હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ પર આ કમિટી અંગે માહિતી મૂકવામાં આવશે. તેમજ મહિલા વકીલોને ને online complaint કરી શકાય તે પ્રકાર ની વ્યવસ્થા કરવા માં આવશે.