તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ના બાળકો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

480 વિદ્યાર્થીઓને શાળામાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો.

નર્મદા જિલ્લાના તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ નાના બાળકો માટે આયુર્વેદિક ઉકાળા નો આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ભણતાં 480 વિદ્યાર્થીઓ માટે આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. હાલ ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી હાલ ના વાતાવરણમાં કફ, શરદી , ખાંસી અને અન્ય પેટ ની બીમારીઓથી હોવાથી બાળકો આવી બિમારીના ભોગ ન બને એ માટે આ ઉકાળા રાહત આપતા હોવાથી ડોક્ટરોના નિદર્શન હેઠળ તમામ બાળકોને ઉકાળા પિવડાવવા આવ્યા હતા જેમાં શાળા માં ઉપલબ્ધ વસ્તુઓ જેવી કે તુલસીના પાન,અરડૂસી પાન, અજમો, હળદર, મરી, લવિંગ, ઈલાયચી, ગોળ,મધ અને પાણી નો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો હતો.આ ઉકાળો નો લાભ આચાર્ય સાથે બધાજ સ્ટાફ મેમ્બર્સ એ પણ લીધો હતો.