થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ
ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ
તમને ગમતા રસ્તે એને હન્કારીશું
અમને ગમતા સપનાની ડ્રાઈવ આપો સાહેબ
ઈંગ્લીશ સાયન્સ મેથ્સ નો આપ્યો એવી રીતે
સપના જોવાનો પણ ટાઇમ આપો સાહેબ
પીન્ડ્રોપ સાઈલેન્સની દીવાલો ની વચ્ચે
તિરાડો જેવું તો લાઈવ આપો સાહેબ
પંખા વાળ્યા છે હા એ છે ભૂલ અમારી
ભૂલ છે એનું નામ ન ક્રાઈમ આપો સાહેબ
~ સ્નેહી પરમાર
Special on Teacher’s Day!